૩૧ ડીસેમ્બરના રોજ યોજાતી નવા વર્ષની ઉજવણી નિમીતે કાયદો – વ્યવસ્થા જળવાય રહે તે અનુસંધાને કોમ્બીંગ સર્ચ ઓપરેશન કરતી મોરબી જીલ્લા પોલીસ
૩૧ ડીસેમ્બરની ઉજવણી નિમીતે મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાય રહે તે સારૂ , અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ તથા રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક ની સુચના મુજબ તા.૩૧/૧૨/૨૦૨૪ ના રાત્રીના નવા વર્ષની ઉજવણી નિમીતે લોકો દ્વારા રાત્રીના મોડે સુધી હોટેલો, ફાર્મહાઉસ, કલબો, પ્રાઇવેટ પાર્ટી પ્લોટ, વિગેરે જાહેર સ્થળોએ ડાન્સ ડીનર પાર્ટીના કાર્યક્રમો યોજાતા હોય તેમાં યુવક યુવતિઓ નશીલા પદાર્થોનું સેવન કરી આવતા હોય સામાન્ય બોલાચાલીના કારણે મારામારીના તથા યુવતિઓની છેડતી જેવા ગંભીર પ્રકારના બનાવ બનતા હોય છે. તેમજ જાહેર રસ્તા ઉપર વાહનો બેફામ રીતે લોકોની જીદગી જોખમમર્મા મુકાય તે રીતે હંકારી જાહેર જનતામાં ભય અને ત્રાસનુ વાતાવરણ ફેલાવતા હોય આ અંગે તકેદારી રાખવા અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે નાયબ પોલીસ અધિક્ષક મોરબી / વાંકાનેર તથા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. / એસ.ઓ.જી. તથા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રીઓને સુચના આપી કોમ્બીંગ નાઇટ દરમિયાન વધુને વધુ અધિકારી / કર્મચારીઓની ટીમો બનાવી મોરબી જીલ્લા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા, ટ્રાફીક સમસ્યા ઉકેલવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર નાબુદ થાય તે હેતુથી જીલ્લાના એન્ટ્રી તથા એકઝીટ પોઇન્ટ ઉપર નાકાબંધી / વાહનચેકિંગ કરી નાર્કોટીકસ ડ્રગ્સ ડીટેકશન કીટ તેમજ બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ કરી અસરકારક કામગીરી કરવા તેમજ આયુર્વેદીક શીરપના નેઝા હેઠળ નશીલી દવાઓનુ સેવન ન થાય તેમજ આ ઉજવણી દરમિયાન જીલ્લાના મુખ્ય ધોરીમાર્ગો, તથા અગત્યના માર્ગો ઉપર ટ્રાફીક જામ ન થાય તે સારૂ પોલીસ અધિક્ષક મોરબી ની અધ્યક્ષતામાં જીલ્લામાં કોમ્બીંગ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ,
જે કોમ્બીંગ સર્ચ ઓપરેશનમાં મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની કુલ-૧૩ જેટલી ટીમો બનાવી, મહિલા સુરક્ષાને ધ્યાને રાખી સી-ટીમ તથા ટ્રાફીક વ્યવસ્થા જાળવણી સારૂ ટ્રાફીકની અલગ ટીમ બનાવી કુલ-૧૫ જેટલી ટીમો કાર્યરત કરી તેમાં કુલ નાયબ પોલીસ અધિક્ષક -૨ પોલીસ ઇન્સ્પેકટર-૧૪ પોલીસ સબ ઇન્સ્પેકટર – ૨૭ પોલીસ કર્મચારી, હોમગાર્ડ, જી.આર.ડી.મળી કુલ-૬૦૦ જેટલા માણસોની ફાળવણી કરી આ કોમ્બીંગ નાઇટ દરમિયાન મોરબી જીલ્લા પોલીસ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
– પ્રોહી સફળ કેસ -૩૭
– પ્રોહી પ્રવૃતિ સાથે સંકડાયેલ ઇસમો ચેક – ૭૨
– શકાસ્પદ વ્યકિત ચેક કરેલ -૧૧૦
– ફાર્મ હાઉસ ચેક – ૨૪
– ગેસ્ટ હાઉસ ચેક – ૩૩
> એમ.સી.આર. ફુલ- ૩૮
> MVA-૨૦૭ મુજબ વાહન ડીટેઇન -૦૭
– પ્રોહી પીવાના કેસ – ૧૮
– એમ.વી.એકટ ૧૮૫ કેસ – ૧૩
> શકાસ્પદ વાહનો – ૬૮૫
– હોટલ ચેક – ૪૪
> એમ.વી.એકટ એન.સી. – ૫૭
– સ્થળ દંડ – રૂ.૧૪૭૦૦/-




