(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબી તાલુકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાનુ નામ ચર્ચામાં તેમના નામ ઉપર પ્રદેશ ભાજપ મહોર મારી કળશ ઢોળશે ?
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે જિલ્લામાં ઉમેદવારોનો રાફડો ફાટયો ૧૮ જેટલા દાવેદારો મેદાને પડીને પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી છે જેમાં રવિભાઈ સનાવડા હિરેનભાઈ પારેખ જેઠાભાઈ મિયાત્રા કિરીટભાઈ અંદરપા કે.એસ.અમૃતિયા રસિકભાઈ વોરા ભાણજીભાઈ વરસડા વાસુદેવભાઈ સિણોજીયા જીતુભાઈ પટેલ રણછોડભાઈ દલવાડી રાઘવજીભાઈ ગડારા મંજુલાબેન દેત્રોજા રાજેન્દ્રસિંહ ઝાલા નરેન્દ્રસિંહ ઝાલા ભગવાનજીભાઈ મેર અરવિંદભાઈ વાંસદડીયા ગોરધનભાઈ સરવૈયા અને નિર્મલભાઈ જારીયાએ સહીત ૧૮ જેટલા દાવેદારો મેદાને પડી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા પોત પોતાની તાકાત અજમાવશે ઉલ્લેખનીય છેકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે લેવાયેલ સેન્સ પ્રક્રિયા ૧૮ જેટલા મુરતિયાઓ મેદાને હોય મોરબી જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખથી લઇ પૂર્વ પ્રમુખ સહિત મહામંત્રીઓ પણ પ્રમુખ પદ માટેની દાવેદારીનું ફોર્મ રજૂ કર્યું હતુ જેમાં મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાએ પણ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી છે જુના સાંધી કાર્યકરને ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના ટેકેદાર નિર્વિવાદિત ચહેરો હરહંમેશ બધા સમાજને સાથે લઈ ચાલનારા પાર્ટી લાઈનના કાર્યકર અરવિંદભાઈ વાસદડીયા ઉપર પ્રદેશ ભાજપ કળશ ઢોળે તો નવાઈ નહી જેથી તેમનું નામ અને ચહેરો ભારે ચર્ચામાં રહેલો છે કેમ કે ટંકારા પડધરી વિધાનસભાની સીટ અપાવવામાં પણ અરવિંદભાઈ વાંસદડિયાએ ચાણક્યની ભૂમિકા નિભાવી હતી અને તે સીટ ઉપર જીત મેળવી હતી