વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે મોરબી પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવા આવેલ જેથી મોરબી જીલ્લામાં તા.૦૨/૦૧/૨૦૨૫ થી તા.૦૩/૦૧/૨૦૨૫ સુધી “વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો તથા ડાર્ક ફીલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો વિરૂધ્ધ કડક કાર્યવાહી તેમજ ટ્રાફિક ભંગ કરતા વાહનોના તેવા વાહનો ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
મોરબી જીલ્લામાં .૦૨/૦૧/૨૦૨૫ તથા તા.૦૩/૦૧/૨૦૨૫ સુધી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ નીચે મુજબ કામગીરી કરેલ છે.
• આ સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૧૦૨૮ વાહનો ચેક કરવામાં આવેલ
* ફોર વ્હીલરમાં બ્લેક ફીલ્મ લગાડેલ વાહન ચાલકો સામે કુલ કેશ-૧૭ સમાધાન શુલ્ક કેશો કરવામાં આવેલ છે.
• નંબર પ્લેટ વગરના તથા ફેન્સી તુટેલી નંબર પ્લેટ ના કેશો વાહન ચાલકો સામે કુલ કેશ-૫૭ કેશો કરવામાં આવેલ.
• રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ કુલ-૨૬ ગુના રજીસ્ટર કરવામાં આવેલ.
• અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ કુલ-૧૧ ગુના રજીસ્ટર કરવામાં આવેલ.
• ફૂંક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) વાહન ચાલક વિરૂધ્ધ કુલ ૦૨ ગુના રજીસ્ટર કરવામાં આવેલ
• ઉપરોકત સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન કુલ-રૂ-૧૭૨૪૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ