બનાશ ગૌરવ દૈનિક સમાચારનો સ્નેહ મિલન સમારોહ અંબાજી ખાતે યોજાયો
અંબાજી ખાતે યોજાયેલા બનાશ ગૌરવ ન્યુઝ અને BG ન્યુઝ ચેનલના પત્રકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતના ખુણે ખુણેથી પધારેલા પત્રકારોનુ બનાશ ગૌરવ દૈનિક ન્યુઝ પેપર અને BG ન્યુઝ ચેનલના ઓનર દ્વારા યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાતભરમાંથી બનાશ ગૌરવ દૈનિક ન્યુઝમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા તમામ રિપોર્ટરોને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જે આમંત્રણને માન આપીને બહોળી સંખ્યામાં પત્રકારો સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા પાલનપુરથી પ્રસિદ્ધ થતા બનાશ ગૌરવ દૈનિક ન્યુઝ પેપરનો વાર્ષીક સ્નેહમિલન સમારોહનુ આયોજન ઓનર દ્વારા કરવામાં આવ્યું હતું જેમા બનાશ ગૌરવ દૈનિક ન્યુઝના એડીટર નિલેશ પટેલે જણાવ્યું હતું કે પત્રકારો મારા પરીવાર જેવા છે તેમના હ્દય સ્પર્શી લાગણીશીલ સ્વભાવના કારણે તમામ પત્રકારોને આમંત્રિત કર્યા હતા જેમના આમંત્રણને માન આપીને તેમના લાગણીસભર સ્વભાવને પત્રકાર પ્રત્યે પ્રેમ અને ભાવના થકી યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં પધારેલા પત્રકારોને સાલ ઓઢાડી ગીફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં અંબાજી ખાતે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત મોરબીના બનાશ ગૌરવ દૈનિક ન્યુઝ પેપરના પત્રકાર મયંક દેવમુરારીને ઓનર તંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા