(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબી જિલ્લામાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો હોય તેમ જોરદાર ચમકારો જોવા મળ્યો છે જેથી હાડ થિજાવતી કડકડતી ઠંડીમાં લોકો તાપણાના સહારે હુંફ મેળવીને ઠંડીથી બચવા રક્ષણ લઈ રહ્યા છે તસ્વીરમાં જોવા મળે છે મોરબી નજીક આવેલા ટીંબડી ગામે સોસાયટીમાં લોકો આપણાની સાથે તાપણું કરીને અપને તો અપને હોતે હૈ આપણું હશે ત્યાં તાપણું હશે ઠંડીમાં એકબીજાની સાથે ચર્ચા સાથે હુંફ મેળવીને દેશ દુનિયાની વાતો કરીને કડકડતી ઠંડીમાં તાપણું કરીને સૌ સાથે મળીને ચર્ચા કરતા હોય તેવુ તસ્વીરમાં જોવા મળે છે બે દિવસ ઠંડીમાં રાહત બાદ ફરી પારો ગગડતા જનજીવન પ્રભાવિત થયું છે અને સમગ્ર મોરબી જિલ્લામાં કડકડતી ઠંડીનો ચમકારો લોકો અનુભવતા લોકો ઠુઠવાયા છે