Thursday, January 9, 2025

મોરબી ઘટક 2 આઈસીડીએસ દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ વાનગી સ્પર્ધા નું આયોજન કરાયું

Advertisement

(અહેવાલ: મયંક દેવમુરારી)

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો,કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાધ્યોનો ઉપયોગ થાય અને ટેક હોમ રાશન(માતૃશક્તિ,બાલ શક્તિ,અને પૂર્ણા શક્તિ),મિલેટ(શ્રી અન્ન)તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાધ્યો મદદથી પૌષ્ટિક વાનગી/ખોરાકની રોજીંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભ આશયથી સમગ્ર રાજ્યમાં ટેક હોમ રાશન, મિલેટ(શ્રી અન્ન)અને સરગવા માંંથી બનતી પોષણયુક્ત વાનગીઓ અંગેની જુદા-જુદા સ્તર પર પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું(“પોષણ ઉત્સવ”) આયોજન કરવા જણાવેલ

જે અંતર્ગત તા.૦૬/૦૧/૨૦૨૫ના રોજ મોરબી ઘટક-૨ના ઘુંટુ,ખાખરાળા,રંગપર અને લાલપર સેજા કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયેલ જેમાં આંગણવાડી કેન્દ્રના કાર્યકર અને તેડાગર બહેનો તેમજ સગર્ભા,ધાત્રી અને કિશોરીઓએ વિવિધ પ્રકારની વાનગી બનાવીને બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધેલ

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર જલ્પાબેન ત્રીવેદી,બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન ચારોલા,મુખ્ય સેવિકા,શાળાના શિક્ષકઓ,પી.એચ.સી. અને સી.એચ.સી. ના મેડિકલ ઓફિસરઓ, તલાટી કમ મંત્રીઓ , સરપંચઓ અને ગ્રામજનોએ આ “પોષણ ઉત્સવ” કાર્યક્રમમાં હાજર રહેલ.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW