મોરબી બી ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબી આદર્શ સોસાયટીની બાજુમાં રોડ ઉપર છુટક પતંગ અને પ્રતિબંધિત ચાઇનીસ દોરી ગોઠવી તેનું વેંચાણ કરતો સચિનભાઇ રાજેશભાઇ વરાણીયા ઉ.વ.૨૨ રહે. આદર્શ સોસાયટી, ઉમા ટાઉનશીપ ની આગળ, મોરબી-૨ વાળા ને પ્રતિબંધિત ચાઇનીસ દોરી ના જથ્થા સાથે ઝડપી લઈ ધોરણસર ની કાર્યવાહી કરતી મોરબી બી ડિવિઝન પોલીસ
જાહેર જનતા તથા પતંગ દોરાના વેપારીઓ જોગ સંદેશ :-
ચાઇનીઝ દોરા તથા ચાઇનીઝ તુક્કલ જાહેર જનતાને નુકસાન થતુ હોય જેથી ચાઇનીઝ દોરાઓનુ વેચાણ નહિ કરવા તેમજ તે ખરીદ નહિ કરવા જનતાને અપીલ કરવામાં આવે છે.
> પકડાયેલ મુદ્દામાલ :-
ચાઇનીઝ ફીરકી (માંજો) GOLD લખેલ નંગ.૧૦ કિ.રૂ.૨૦૦૦/-