Thursday, January 9, 2025

મોરબી એલસીબી ટીમે ડીઝલ ચોરી પ્રકરણમાં કચ્છની કુખ્યાત સમા ગેંગને દબોચી લુંટનો ભેદ ઉકેલ્યો

Advertisement

(અહેવાલ : મયંક દેવમુરારી)

વાંકાનેર હાઈવે ઉપર છરી બતાવી ડિઝલ ચોરી કરનાર સમા ગેંગના સાગરીતોને ઝડપીને ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો

ગત તા.૦૭/૦૧/૨૦૨૫ ના રોજ ફરીયાદી સંજયભાઇ ગોવિંદભાઇ ચાવડા / રજપુત ઉવ-૩૮ રહે. રાજકોટ, સહકાર સોસાયટી શેરી નંબર-૫ ગાયત્રી નગરની બાજુમાં તા.જી.રાજકોટ મુળ ગામ-ભાડુઇ તા.કોટડા સાંગાણી જી.રાજકોટ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ જાહેર કરેલ કે ગઇ તા.૦૨/૦૧/૨૦૨૫ ના રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાની મોરબી વાંકાનેર ને.હા.રોડ લાલપર ગામની સામે શ્રી હરી ચેમ્બર્સ, પટેલ વિહાર હોટલની બાજુમાં, વિજય ટ્રાન્સપોર્ટ ઓફીસ સામે પાર્ક કરેલ ટ્રકના ડ્રાઇવરો ટ્રકમાં સુતા હતા ત્યારે એક સફેદ કલરની સ્કોર્પીઓ ગાડીમાં ત્રણ અજાણ્યા કચ્છીભાષા બોલતા આશરે ૩૫-૪૦ વર્ષની ઉમરના માણસો આવી પોતાની ટ્રકોની ડીઝલની ટાંકીઓમાંથી ડીઝલ કાઢવા જતા ટ્રકના ડ્રાઇવરો જાગી જતા તેઓનો પ્રતિકાર કરતા આ અજાણ્યા માણસોએ છરી બતાવી ડરાવી ધમકાવી તેઓને ભયબતાવી ગાડીઓમાંથી આશરે ૫૫૦ લીટર ડીઝલની લુટ કરી તેમજ બીજા ટ્રાન્સપોર્ટ વાળા સાહેદોની ટ્રકોમાંથી પણ આવી જ રીતે છરીની અણીએ કુલ ડીઝલ લીટર-૭૫૦ કિ.રૂ.૬૭૫૦૦/- ની લુટ કરી નાશી ગયા અંગેની ફરીયાદ જાહેર કરતા મોરબી તાલુકા પો.સ્ટે.માં તા.૦૭/૦૧/૨૦૨૪ ના ક.૨૦/૧૫ વાગ્યે એ પાર્ટ ગુ.ર.નં.૦૦૮૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૯(૪) તથા જી.પી.એકટ ક-૧૩૫ મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ હતો મોરબી એલસીબી પોલીસે એમ.પી.પંડયા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. /પેરોલફર્લો સ્ટાફના ની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જેમાં એક ટીમ બનાવ સ્થળની આજુબાજુના સ્થળોએ લગાવવામાં આવેલ, સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ બીજી ટીમે અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા અંગેની કામગીરી સોપવામાં આવેલ હતી. આ ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા સારૂ આજરોજ તા.૦૮/૦૧/૨૦૨૫ રોજ ટેક્નીકલ, હયુમન ઇન્ટેલીજન્સ તથા ખાનગી બાતમીદાર માધ્યમથી હકિકત મળેલ કે, આ ગુનાને અંજામ આપનાર આરોપીઓ પૈકીના અમુક આરોપીઓ સફેદ કલરની સ્કોર્પીઓ ગાડી નંબર-GJ-12-CG-2218 વાળીમાં મોરબી નઝરબાગ રોડ, રફાળેશ્વર ગામ જતા રસ્તા ઉપર આવેલ ઓમકેન કારખાના બહાર ઉભેલ હોવાની હકિકત મળેલ હોય જે હકિકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા બે ઇસમો નીચે જણવ્યા મુજબના મુદામાલ સાથે મળી આવેલ હોય અને તેઓની પુછપરછ કરતા તેઓએ આ લુટના ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપેલાની હકિકત જણાવતા તેઓ બન્નેને ઉપરોકત ગુનાના કામે અટક કરી લુટનો ગંભીર પ્રકારનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપીઓ તથા મુદામાલ આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પો.સ્ટે. તરફ સોપવામાં આવેલ છે આમ કચ્છ જીલ્લાના અનેક ગુનાઓમાં પકડાયેલ કુખ્યાત સમા ગેંગના ડીઝલ ચોરી / લુટ આચરનાર આરોપીઓ પૈકીના બે આરોપીઓને પકડી પાડી ગણતરીના સમયમાં અનડીટેકટ લુટનો ગુનો શોધી કાઢવામાં મોરબી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે (૧) આમદ ઉર્ફે ભાભો સ/ઓ સીદીકભાઇ સમા / સંધી ઉવ-૩૦ રહે.નાનાદીનારા, જામા મસ્જીદ પાસે, તા.જી.ભુજ કચ્છ (૨) શીવકુમાર હરીસિંગ કરણ / રાજપુત ઉવ-૩૦ રહે. હાલ જુના મકનસર, ધર્મમંગલ સોસાયટી, તા.જી.મોરબી મુળ રહે. ઓઝાગામ, તા.જી.ભીંડ મધ્યપ્રદેશ પકડવાના બાકી આરોપીઓના નામ સરનામા (૧) હનીફ ઓસમાણ સમા રહે.મોટાબાંધા તા.જી. ભુજ કચ્છ (ર) અબુબકર રમજાનભાઈ સમા રહે. મોટા દીનારા તા.જી. ભુજ કચ્છ (૩) મજીદભાઇ તૈયબભાઇ સમા રહે.નાના દીનારા તા.જી.ભુજ કચ્છ પકડાયેલ મુદામાલની વિગત:(૧) કુલ ડીઝલ લીટર – ૭૫૦ કિ.રૂ.૬૭,૫૦૦ (૨) એક સફેદ કલરની સ્કોર્પીઓ ગાડી નંબર- GJ-12-CG-2218 કિ.રૂ.૫,૦૦,૦૦૦ (૩) એક સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ-03-AV-7695 કિ.રૂ.૩,૦૦,૦૦૦(૪) એક ગ્રે કલરની જુના જેવી મારૂતી ઇકો ગાડી નંબર-GJ-36-AC-2380 કિ.રૂ.૨,૦૦,૦૦૦ (૫) એક લોખંડની છરી કિ.રૂ.૫૦ (૬) ડીઝલ ભરવાના ખાલી પ્લા.ના કેરબા નંગ-૦૫ કિ.રૂ.૦૦ (૭) ડીઝલ કાઢવાના ઉપયોગમાં લીધેલ પ્લા.ની પાઇપ નંગ-૫ કિ.રૂ.૦૦ (૮) મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૫૫૦૦/- મળી કિ.રૂ.૧૦,૭૪,૮૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે મોડસ ઓપરેન્ડી (ગુનાનો એમ.ઓ) આ કામે પકડાયેલ તથા નહિ પકડાયેલ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વાહનોમાં કચ્છમાંથી રાત્રીના સમયે આવી હાઇવે રોડ તથા હોટલોમાં પાર્ક કરેલ ટ્રકની ડીઝલ ટાંકીઓના ઢાંકણા પાના વડે તોડી ડીઝલ કાઢવાની તથા ટ્રકના ડ્રાઇવરો તેઓનો પ્રતિકાર કરે તો તેઓને છરીઓ બતાવી તેઓની ઉપર જીવલેણ હુમલો કરી લુટ / ખુન જેવા ગંભીર ગુનાને અંજામ આપવાની ટેવાવાળા છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ આમદ ઉર્ફે ભાભો સ/ઓ સીદીકભાઇ સમા રહે નાનાદીનારા, જામા મસ્જીદ પાસે, તા.જી.ભુજ કચ્છ વાળો કચ્છ જીલ્લાના પધ્ધર, માનકુવા, માધાપર, દુધઇ, મુંદ્રા તથા ગાંધીધામ શહેર બી ડીવી પો.સ્ટે.મળી કુલ-૧૧ જેટલા ગુનાઓમાં પકડાયેલ છે મજીદભાઇ તૈયબભાઇ સમા રહે.નાના દિનારા તા.જી.ભુજ કચ્છ વાળો કચ્છ જીલ્લાના પધ્ધર, મુંદ્રા, નલીયા, ખાવડા, માનકુવા, દુધઇ, ગાંધીધામ એ ડીવી પો.સ્ટે., ભુજ શહેર એ/બી ડીવી પો.સ્ટે. મળી કુલ-૧૪ જેટલા ગુનાઓમાં પકડાયેલ છે. તેમજ રાપર ભચાઉ તથા સામખીયારી પો.સ્ટે.ના મળી કુલ-૩ ગુનાઓમાં વોન્ટેડ છે અબુબકર રમજાનભાઇ સમા રહે. મોટા દીનારા તા.જી. ભુજ કચ્છ વાળો કચ્છ જીલ્લાના પધ્ધર, માનકુવા, ભુજ શહેર એ/બી ડીવી પો.સ્ટે.માં મળી કુલ-૫ ગુનામાં પકડાયેલ છે. તથા સામખીયારી પો.સ્ટે.ના ગુનામાં વોન્ટેડ છે હનીફ ઓસમાણ સમા રહે.મોટાબાંધા તા.જી. ભુજ કચ્છ કચ્છ જીલ્લાના ભચાઉ પો.સ્ટે.ના ગુનામાં પકડાયેલ છે આથી પ્રજા જોગ સંદેશ મોરબીના તમામ પ્રજાજનો, ટ્રાન્સપોર્ટરો તથા વાહનો ચાલકોને સંદેશ આપવામાં આવે છે કે, રાત્રીના સમય દરમ્યાન પોતાના વાહનો સલામત જગ્યાએ સી.સી.ટી.વી.કેમેરા તથા સીકયુરીટી હેઠળ રાખવા અને જો કોઇ અજાણ્યા માણસો રાત્રીના સમયે વાહનની આજુબાજુમાં જોવામાં આવે તો સાવચેતી રાખી અજાણ્યા વ્યકિતઓથી સાવધાન રહેવુ.
કામગીરી કરનાર અધિકારી કર્મચારી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એસ.આઇ.પટેલ, વી.એન.પરમાર તથા એલ.સી.બી.પેરોલ ફર્લો સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતાં

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW