Tuesday, January 14, 2025

નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં હેલ્ધી બેબી કોમપિટિશન યોજાઇ

Advertisement

નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં હેલ્ધી બેબી કોમપિટિશન યોજાઇ જેમાં સવારે 8:30 કલાકે ધમાકેદાર આયોજનમાં નવયુગના ટીચર્સનું હાર્ટલી વેલકમ જોઈને ખરેખર ખૂબ જ ગમ્યું. અંદર ઓફિસમાં પ્રવેશતા જ પ્રમુખ પી.ડી.કાંજીયાને અભિનંદન પાઠવ્યા, ત્યારબાદ ટીમના મેમ્બર્સ દ્રારા સંપૂર્ણ સ્કુલની વિઝીટ કરાવવામાં આવી. દરેક કલાસમાં કંઇક ને કંઇક અલગ થીમ અને દરેક કલાસરૂમ અને સ્કુલનો એકે એક ખૂણો બાળકોને કંઈક ને કંઈક શીખવવા માટે બનાવ્યો હોય એવું લાગ્યું. સ્કુલ જોતા એવું લાગ્યું ખરેખર મોરબી નહી પણ ગુજરાત માંય આવી પ્રિસ્કુલ નહિ જોવા મળે. સાથે સાથે મોરબીના દોઢથી ચાર વર્ષના બાળકો માટે હેલ્ધી બેબી કોમ્પીટીશનનું આયોજન પણ હતું જેમાં મોરબીના 300 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. પેરેન્ટસનો ઉત્સાહ જોઇને ચોકકસ એવું લાગ્યું કે મોરબીના પેરેન્ટસ એમના બાળકો માટે પણ ખૂબ ઉત્સાહીત હતા.

સાંજે 4:00 વાગ્યે જયારે તે જ જગ્યાએ કિડસ કાર્નિવલમાં આવવાનું થયું તો પગ મુકતા જ એવું લાગ્યુ કે જાણે બાળકોનો મીની કુંભમેળો હોય! ત્રણ હજારથી વધુ બાળકો અને પેરેન્ટસે આ બાળનગરીની મુલાકાત લીધી હશે, અઢળક રંગબેરંગી કાર્ટુન્સ જેમ કે છોટા ભીમ, મીકી માઉસ સાથે બાળકો તેમજ પેરેન્ટસે સીલ્ફી લેવા પડાપડી કરી હતી અને મંકી મેન સાથે તો ખરેખર મજા જ પડી ગઈ. સાથે સાથે મેજીક શો, પપેટ શો, પોટર, જપીંગ, ડાન્સ ઝોન, ગેમ ઝોન, ટેટુ ઝોન આર્ટ ઝોન તેમજ નવયુગ સોફટ પ્લે એરિયામાં રમવા માટે બાળકોનું ખૂબ વેઇટીંગ જોવા મળ્યું હતું અને ટ્રેકીંગ રાઇડસમાં બાળકો જે મજા લેતા હતા તે જોઈને બાળકોની સાથે સાથે પેરેન્ટસ પણ આનંદ માણતા હતા.

એ સાથે જ હેલ્ધી બેબી કોમ્પીટીશનનું રીઝલ્ટ જાહેર થતાં જ નવયુગનું એમ્ફિથિયેટર ચીચીયારીઓથી ગુંજી ઉઠયું. જેમાં કાર, બાઇક અને સાઇકલ જેવા આકર્ષક ઇનામો તેમજ દરેક ભાગ લેનાર બાળકોને ગીફટ માં કોફી મગ તેમજ હની-બની ડાયપર કંપની દ્વારા ડાયપર કીટ ગીફટ આપવામાં આવી હતી અને મોરબીના માય સ્સ્ટુડીયો દ્વારા કોમ્પીટીશનમાં ભાગ લેનાર દરેક બાળકને તેના ફોટાની સોફ્ટ કોપી આપેલ હતી અને વિશાળ એરીયામાં અલગ અલગ પ્રકારના ફુડ સ્ટોલ પર પેરેન્ટસ અને બાળકોએ ભરપેટ નાસ્તાની મજા માણી હતી.

ખરેખર એક અવિસ્મરણીય અને અદ્ભુત કાર્યક્રમ જોતા નવયુગની ટીમ તેમજ પ્રમુખ પી.ડી.કાંજીયાને બીરદાવવા માટે આ શબ્દો ખૂબ જ ઓછા છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW