મોરબીમાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, પોક્સો એક્ટ અને નશામુક્ત ભારત અભિયાન વિશે સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ કર્મીઓ તેમજ બાળ કલ્યાણ પોલીસ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી.
જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષસ્થાને જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫, પોકસો એક્ટ-૨૦૧૨, બાળલગ્ન પ્રતિબંધક એક્ટ-૨૦૦૬ તેમજ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણની કામગીરી સમગ્ર જિલ્લામાં વધુ મજબૂત રીતે થાય અને વધુ સુરક્ષા પ્રદાન કરવાના હેતુસર ઉપસ્થિત સર્વેને એક દિવસીય તાલીમ આપવામાં આવી હતી.
ઉક્ત તાલીમ સત્રમાં મોરબી જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રમાબેન ગડારા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી યશપાલસિંહ જાડેજા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ.વિપુલ શેરશીયા, જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અન્ય સભ્યો, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યો, જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ અને ૪૦ જેટલા પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.