મોરબી એલસીબી પોલીસ ને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી સીટી બી ડીવી પોસ્ટે સી પાર્ટ ગુ.ર.નં. ૨૦૦/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫એઇ,૧૧૬બી,૮૧ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી દેવેંદ્ર ઉર્ફે દેવો ખોડીદાસ રહે.યશોદાનગર નાની ચિરઇ ભચાઉ કચ્છ વાળો હાલે મોરબી જિલ્લાના માળીયા ફાટક પાસે આવેલ વસુંધરા હોટલ પાસે હોવાની ચોકકસ હકિકત મળતા જે હકિકત આધારે તપાસ કરતા ઉપરોકત ગુનાના કામેનો નાસતો ફરતો આરોપી દેવેંદ્ર ઉર્ફે દેવો ખોડીદાસભાઇ કાપડી જાતે.બાવાજી ઉ.વ.૩૪ ધંધો-મજુરી રહે.યશોદાનગર ગામ નાની ચિરઇ તા.ભચાઉ જી.કચ્છ (ભુજ) વાળો મળી આવતા મજકૂર આરોપીને હસ્તગત કરી એલ.સી.બી.કચેરી ખાતે લાવી ઉપરોકત ગુનાના કામે B.N.S.S. કલમ- ૩૫(૨),(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.