Tuesday, May 20, 2025

મોરબી જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઊજવણી PMSHRI માધાપરવાળી શાળામાં કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં શરૂઆતમાં રાજ્યકક્ષાએથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપત્તિ વ્યવસ્થાપન વિશે ઓનલાઈન સંબોધન કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના પ્રતિનિધિ આસિસ્ટન્ટ ડીસ્ટ્રીક પ્રોજેકટ કો.ઓર્ડીનેટર પ્રવિણભાઈ ભોરણીયા ડિઝાસ્ટર મેંનેજમેન્ટ શાખામાંથી ધાર્મિક પુરોહિત, 108 માંથી દિનેશભાઈ જલુ,ઈ.એમ.ટી.દિપીકાબેન પરમાર, પાયલોટ નિલેશભાઈ બકુત્રા,ફાયર ટીમના કર્મયોગી મહેન્દ્રભાઈ ગોહીલ, સંજયભાઈ કામળીયા, નિલેશભાઈ કુંવરિયા વગેરેનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું.ત્યારબાદ ફાયર ઓફિસરે આગ કેવી રીતે લાગે છે?આગ લાગે ત્યારે આગ ઓલવવા શું કરવું જોઈએ? પાણીમાં કેવી રીતે બચાવ કાર્ય કરવામાં આવે છે? એની વિસ્તૃત સમજ આપી હતી. લાઈફ જેકેટ,લોખંડની બિલાડી,પાણીમાં તરવા માટેનું લાઈફ વિલ, વગેરેની વિસ્તૃત સમજ આપી હતી.108 ના ડોકટરે જણાવ્યું હતું કે 108 નો કોલ વધીને ત્રણ સેકન્ડમાં લાગી જાય છે અને અમે ઇમરજન્સીમાં અકસ્માત સ્થળે પહોંચીને પેશન્ટનું રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ. ત્યારબાદ આપદા મિત્રે પોતાની કામગીરી વિસ્તૃત રીતે સમજાવી હતી,મૌખિક સમજ બાદ પ્રેકટિકલ સમજ માટે આગ ચાલુ કરી ફાયર એસ્ટીગ્યુંસરના ઉપયોગથી કેવી રીતે આગ ઓલવી શકાય એનું પ્રેક્ટિકલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હાથે કરાવ્યું હતું. 108 ની ટીમે પોતાના મેડિકલના સાધનો બાળકોને બતાવી ઉપયોગીતાની સમજ આપી હતી.ફાયર ફાઈટર વાહનમાં આવેલ તમામ સુવિધાઓની સમજ આપી હતી,લાઈવ બંબાનું સંચાલન સમજાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન શાળાના આચાર્ય તુષાર બોપલીયા દિનેશભાઈ વડસોલા અને એસ.એમ.સી. અધ્યક્ષ કાળુભાઈ પરમારે સભાળ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW