મોરબી ઔધોગિક વિસ્તારના ખખડધજ રોડ બનશે ટનાટન સીરામીક ઝોન માટે કરોડો રૂપિયા મંજૂર ઉધોગકારોમાં હરખની હેલી
મોરબીના ચોતરફ કાર્યરત વિવિધ પ્રકારના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ અંતર્ગત ઉદ્યોગોને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા અંદાજે ₹ 375.00 કરોડના રોડ-રસ્તા બનાવવાના કામો કાર્યરત છે ત્યારે મોરબીના હિતોની હર ઘડી ચિંતા કરતા સક્રિય પ્રતિનિધિ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ માનનીય ઉદ્યોગમંત્રી સમક્ષ રજુઆત કરતા ઉદ્યોગમંત્રી બળવંતસિંઘ રાજપુતે વધુ ₹ 1200.00 કરોડ મંજૂર કર્યા છે.આંતરિક રોડ રસ્તાઓ ખૂબ જ મજબૂત બનવાથી વરસાદની સીઝનમાં પણ સરળતાથી ઉદ્યોગ ગૃહ સુધી પહોંચી શકાશે અને મોટા વાહનો ટ્રક ટ્રેલર પણ આસાનીથી પરિવહન કરી શકશે..રોડ રસ્તાઓ કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનો માપદંડ છે. નેશનલ હાઈવેઝ, નેશનલ એક્સપ્રેસ વેયઝ, ફલાય ઓવર, ઓવર બ્રિજીસ, અને એઈટ લેન, સિક્સ લેન, ફોર લેન વિ. ખૂબ મોટી માત્રામાં બની રહ્યા છે..એ જ શ્રેણીમાં મોરબીના ઉદ્યોગોને આ સુવિધા મળતા ઉદ્યોગકારોમાં આનંદની લાગણી પ્રસરી છે