મોરબીના પત્રકાર અને હિન્દ વૈભવ સાપ્તાહિક સમાચારના તંત્રી મેહુલભાઈ ગઢવીની લાડકવાયી દિકરી કાવ્યનો આજે જન્મદિવસ છે. કાવ્યાએ આજે નવ વર્ષ પુર્ણ કરીને દસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. સાથે જ જન્મદિવસની પણ પ્રેરણાદાય કાર્ય થકી ઉજવણી કરી છે.
જેપુર પ્રાથમિક શાળામાં ધોરણ-4માં અભ્યાસ કરતી કાવ્યાએ આજે તેમના જન્મદિવસ નિમિતે જેપુર પ્રાથમિક શાળામાં સાથે ભણતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તેમજ પ્રસાદી આપી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારે શાળાના વિદ્યાર્થી તેમજ શિક્ષણગણે કાવ્યાને જન્મદિવસની શુભેચ્છાઓ સાથે પ્રેરણાદાય જન્મદિવસની ઉજવણી બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ સાથે આજે સગાં-સંબંધીઓ સહિતનાઓ કાવ્યાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.