ગઇ તા.૧૮/૦૧/૨૦૨૨ ના રોજ મોરબી તાલુકા પો.સ્ટેમાં આ બનાવના ફરીયાદીશ્રીએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, પોતાની ૧૫ વર્ષની સગીરવયની માનસીક અસ્થીર દીકરી ગામમાં આવેલ દુકાને વસ્તુ લેવા માટે ગયેલ હતી ત્યારે આ કામના આરોપીએ તેને દુકાનમાં બોલાવી દુકાનનુ શટ્ટર અંદરથી બંધ કરી તેણીની ઇચ્છા મરજી વિરુધ્ધ બળજબરીથી બે વખત શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચરી ગંભીર પ્રવેશ જાતીય હુમલો કરી જો આ વાતને કોઇને જાણ કરીશ તો તને તથા તારી માતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી અસ્થીર સગીર દીકરીને ૧૯ અઠવાડીયાનો ગર્ભ રાખી દઇ ગુનો આચરેલ હોવાની ફરીયાદ જાહેર કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તત્કાલીન પોલીસ ઇન્સપેકટર વિરલ પટેલનાઓએ બનાવની ગંભીરતા સમજી ફરીયાદીશ્રીની ફરીયાદ રજીસ્ટર કરી આ ગુનાની તપાસ તેઓશ્રીએ જાતેથી સંભાળી લીધેલ.
જે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ અધિક્ષક મોરબીનાઓએ આ ગુનાના આરોપીને તાત્કાલીક અસરથી પકડી પાડવા અને તેના વિરુધ્ધ સચોટ પુરાવાઓ એકત્રીત કરી સમયમર્યાદામાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવા સુચના આપતા મોરબી જિલ્લાના અધિકારી/કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી આ ગુનાના આરોપીને સત્વરે પકડી પાડવા સુચના આપતા મોરબી તાલુકા પોસ્ટેના તત્કાલીન પોલીસ ઇન્સપેકટર વિરલ પટેલનાઓએ આ ગુનાના આરોપીને ગણતરીના સમયમાં પકડી પાડી તેની આગવીઢબે પુછપરછ કરી તેના વિરુધ્ધ સચોટ પુરાવાઓ એકત્રીત કરી સમયમર્યાદામાં સ્પેશીયલ પોક્સો કોર્ટમાં નામદાર એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજસાહેબશ્રીની કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા સરકારી વકીલ એન.ડી.કારીયા સાથે સંકલનમાં રહી પોતે તથા આ ગુનાના તમામ સાહેદોને નામદાર કોર્ટમાં સમય મર્યાદામાં હાજર રખાવી સરકારી વકીલશ્રીએ કુલ-૪૪ જેટલા પુરાવાઓ રજુ કરતા નામદાર એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજશ્રીનાઓની કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા તમામ પુરાવાઓ ગ્રાહ્ય રાખી આ ગુનાના આરોપીને આજીવન એટલે કે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધીની સખ્ત કેદની સજા અને રૂપીયા ૨૦,૦૦૦/- દંડ કરેલ અને જો આરોપી દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સખ્ત કેદની સજાનો હુકમ કરેલ અને ભોગ બનનારને રૂપીયા ૪,૦૦,૦૦૦/- તથા આરોપી જે દંડની રકમ રૂ.૮૫,૦૦૦/- ભરે તે મળી કુલ.રૂ.૪,૮૫,૦૦૦/- વળતર પેટે આપવાનો હુકમ કરેલ જો આરોપી દંડની રકમ ભરપાઇ કરવામાં નિષ્ફળ જાયતો રૂપીયા ૪,૦૦,૦૦૦/- વળતર પેટે મેળવવા હકદાર ગણાશે જે વળતરની રકમ ચુકવવા જિલ્લા કાનુની સેવા સતા મંડળ જિલ્લા ન્યાયાલય મોરબીને હુકમ કરેલ છે.
આમ મોરબી જિલ્લા પોલીસ દ્વારા આજથી આશરે ત્રણ વર્ષ પહેલા ફરીયાદીશ્રીની સગીરવયની માનસીક અસ્થીર દીકરી સાથે બનેલ દુષ્કર્મના આરોપી વિરુધ્ધ ગુનો રજીસ્ટર કરી તાત્કાલીક અસરથી ધરપકડ કરી તેના વિરુધ્ધ સચોટ પુરાવાઓ એકત્રીત કરી સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી જિલ્લા સરકારી વકીલશ્રી સાથે સંકલનમાં રહી નામદાર કોર્ટમાં સાહેદોને હાજર રખાવી આ ચકચારી ગુનાના આરોપીને આજીવન કેદની સજા અપાવી ફરીયાદીશ્રીને ન્યાય અપાવી મોરબી જિલ્લા પોલીસે પ્રસંશનીય કામગીરી કરેલ છે.