Saturday, February 1, 2025

ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર માટે ધ્વજ, પતાકા, બેનરો, સુત્રો, નિશાનીઓ લખવા પર નિયંત્રણ અંગેનું જાહેરનામું બહાર પડાયું

Advertisement

મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી- ૨૦૨૫ અંતર્ગત આદર્શ આચારસંહિતાના યોગ્ય અમલીકરણ હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા જાહેર માર્ગો, સાર્વજનિક મકાનો, તાર કે વીજળીના થાંભલા, રેલવે અને બસ સ્ટેશન, પાર્કિંગ સ્લોટ, લોકોની માલ-મિલકતને તેમની ઇચ્છા વિરુદ્ધ થતું નુકસાન, હાનિ, વિકૃતિ, બગાડ અટકાવવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઇ સરકારી જગ્યા કે તેના પરની કોઇપણ મિલકત-મકાન પર પોસ્ટર્સ, પેપર્સ ચોંટાડી શકાશે નહીં, સૂત્રો લખવા, નોટિસ લગાવવી કે કટઆઉટ હોર્ડિંગ્ઝ, ધ્વજદંડ ઊભા કરવા કે બેનર્સ પ્રદર્શિત કરી શકાશે નહીં. પરંતુ જો કોઇ અન્ય જાહેર સ્થળે નોટિસ-સુત્ર લખવા, પોસ્ટર્સ લગાડવા કે કટઆઉટ, હોર્ડિંગ્ઝ બેનર્સ વગેરે ચૂકવણીના ધોરણે કે અન્ય રીતે પ્રદર્શિત કરવાની પરવાનગી અગાઉથી આપી હોય તો તે કાયદાનું ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે.

કોઇપણ રાજકીય પક્ષો તથા ઉમેદવારોએ ખાનગી મકાન, મિલકત, જમીન, દીવાલ કે કંપાઉન્ડનો તે મિલકત ધારણ કરનાર અધિકૃત વ્યક્તિ કે માલિકની પરવાનગી સિવાય ચૂંટણીલક્ષી પ્રચાર માટે ધ્વજ, પતાકા લગાડવા, બેનરો લટકાવવા, નોટિસો ચોંટાડવી, સુત્રો-નિશાનીઓ લખવા વગેરે પ્રકારનું ચૂંટણીલક્ષી પ્રચાર માટેનું કૃત્ય કરી મિલકતને નુકસાન કરવુ નહીં કે કરવા દેવામાં આવશે નહીં. આ જાહેરનામું આગામી તારીખ ૨૧/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

આ ઉપરાંત જાહેર કે ખાનગી મકાનોની દીવાલો પર સુત્રો લખવા, પોસ્ટર ચોંટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. એક રાજકીય પક્ષના કાર્યકર કે ટેકેદારો અન્ય રાજકીય પક્ષો દ્વારા આયોજિત કરવામાં આવેલ સભામાં તેમના પોતાના પક્ષનું સાહિત્ય વિતરણ કરીને ખલેલ પહોંચાડી શકશે નહીં. તેમજ એક પક્ષ દ્વારા લગાવવામાં આવેલ પોસ્ટર બીજા પક્ષના કાર્યકરો કે ટેકેદારો દૂર કરી શકશે નહીં. આ હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર બનશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW