માળિયા મી. પોલીસ ને ખાનગીરાહે હકીકત મળેલ કે, મોટીબરાર ગામનો દશરથભાઇ જશાભાઇ હુંબલ દેવભુમિ દ્રારકાથી કચ્છ તરફ જતા ટેન્કરોમાં પેટ્રોલ/ડીઝલ/ઓઇલ ભરી લઇ જતા ટેન્કરના ડ્રાઇવર સાથે મેળાપીપણુ કરી અનઅધિકૃત રીતે ટેન્કરમાંથી ઓઇલ/ડીઝલ/પેટ્રોલની ચોરી કરતો હોય અને હાલમાં તેની ગે.કા. પ્રવૃતિ ચાલુ હોવાની હકીકત આધારે સઘન પેટ્રોલીંગ કરતા તે દરમ્યાન ચાયાવદરડા ગામની સીમમાં બંધ ફાર્મ હાઉસ પાસે ખરાબામાંથી ટેન્કર નં. RJ-14-GG-3790 વાળામાંથી લાઇટ ડીઝલ ઓઇલની ચોરી કરતા બે ઇસમોને કુલ રૂ.૪૩,૭૪,૬૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કુલ ત્રણ ઇસમો વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરેલ છે.
પકડાયેલ ઇસમો :-
(૧) નવદીપભાઇ પુરણભાઇ દુકીયા ઉ.વ.૨૪, રહે. ખાવડી, તા.જી.જામનગર મુળ રહે. રાજસ્થાન.
૨) તારાચંદ હરલાલસિંગ દુકીયા ઉ.વ.૨૭, રહે. મંડુલી હોટલ, ખાવડી, તા.જી.જામનગર મુળ રહે. રાજસ્થાન
નાશી જનાર:-૧)દશરથભાઇ જશાભાઇ હુંબલ રહે. મોટી બરાર, તા.માળીયા મીંયાણા, જી.મોરબી.
પકડાયેલ મુદ્દામાલ :-
(૧) એલ.ડી.ઓ. ભરેલ ટેન્કર રજી.નં. RJ-14-GG-3790 કિ.રૂ.૪૩,૦૯,૦૦૦/- (૨) એલ.ડી.ઓ. ભરેલ બેરલ નંગ-૦૪ તથા કેરબા નંગ-૦૬ કિ.રૂ.પ૨,૨૫૦/- (૩) મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ સાધન અન્ય સામગ્રી મળી કુલ રૂ. ૪૩,૭૪,૬૫૦