Tuesday, May 20, 2025

ભડીયાદ રોડ પર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠે જવાહર સોસાયટી ભડીયાદ રોડ પર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે જવાહર સોસાયટી ભડીયાદ રોડ પર આવેલ આરોપી મહેશભાઇ ધનજીભાઈ મકવાણા (ઉ.વ.૩૯) એ પોતાના કબ્જા ભોગવટા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૪૮ કિં રૂ. ૨૬૯૭૬ ના મુદ્દામાલ સાથે આરોપીને પોલીસે ઝડપી પાડી પુછપરછ કરતા ઈંગ્લીશ દારૂનો જથ્થો આપી જનાર રૂષીરાજસિંહ જાડેજા રહે. મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW