Tuesday, May 20, 2025

માળીયામિંયાણા જામનગર હાઈવે ઉપર પીપળીયા ચોકડી નજીક પ્રેટોલીયમ પર્દાથના જથ્થા સાથે બે ઝડપાયા એક ફરાર

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલસીબી ટીમે બે શખ્સોને જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ટેન્કર મળી કુલ રૂ.૭૨.૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

માળીયામિંયાણા જામનગર હાઈવે ઉપર પીપળીયા ચાર રસ્તા નજીક મોરબી એલસીબી ટીમે ડેલામાં દરોડો પાડીને અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો અને ટેન્કર મળી લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે બે શખ્સોને દબોચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે માળીયા જામનગર હાઈવે ઉપર તાજેતરમાં ડિઝલ કૌભાંડ ઝડપાયું હતું જેથી માળીયા જામનગર હાઈવે ઉપર ગોરખધંધા બેફામ ફુલીફાલ્યા હોય! તેમ ફરી મોરબી એલસીબી ટીમે જવનલસીલ પ્રવાહીનો જથ્થો ઝડપી ખળભળાટ મચાવ્યો છે જાણવા મળતી વિગત મુજબ મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે પીપળીયા ચોકડીથી આગળ રાધેક્રિષ્ના હોટલ પાછળ આવેલ પોતાના ડેલામાં આરોપી ધર્મેશભાઇ ઉર્ફે હક્કાભાઇ બાબુભાઇ ચાવડા રહે.હાલ મોરબી વાળા ગેરકાયદેસર અનઅધિકૃત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા ભેળસેળ યુકત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો નાના ટેન્કરમાં ભરીને બહારથી આવતી ટ્રકોમાં ગેરકાયદેસર રીતે ભરી આપે છે અને હાલે આ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ છે જે હકીકતના આધારે આરોપી ધર્મેશભાઇ ઉર્ફે હક્કાભાઇ બાબુભાઇ ચાવડા રહે.હાલ મોરબી વાળાના કબ્જા ભોગવટા વાળા પીપળીયા ચોકડીથી માળીયા તરફ જતા હાઈવે ઉપર આવેલ તેના ડેલામાં રેઇડ કરતા બીલ કે આધાર પુરાવા વગરના કુલ કી.રૂ.૫૭,૨૫,૦૦૦ના મુદામાલ સાથે બે ઇસમો મળી આવતા બી.એન.એસ.એસ.કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી માળીયામિંયાણા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નોંધ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે મોરબી એલસીબી ટીમે પકડેલા મુદામાલમાં પેટ્રોલીયમ પ્રવાહી લીટર ૨૫૦૦ રૂ.૧,૭૫,૦૦૦ એક નાનુ ટેન્કર રૂ.૧૦,૦૦,૦૦૦ GJ-18-AX 5206 રૂ.૩૦,००,००० ટ્રક રજી.નં. GJ-23-AT-5074 રૂ. ૩૦,૦૦,૦૦૦ અને ઇલેકટ્રીક ફ્યુઅલ પંપ કી.રૂ.૫,૦૦૦૦ મળી કુલ રૂ. ૭૨,૨૫,૦૦૦ નો મુદામાલ કબ્જે કરીને કાર્યવાહી કરેલ છે જેમાં પકડાયેલા રાજુસિંહ મુન્નાલાલ ઠાકોર ઉ.વ.૩૮ ધંધો-ડ્રાઇવીંગ રહે, અયોધ્યાકુંજ કોલોની ધોલપુર રાજસ્થાન વિનોદસિંગ જાનકીપ્રસાદ ઠાકોર ઉ.વ.૪૦ ધંધો-ડ્રાઇવીંગ રહે.દેવગઢ તા.બહા જી.આગ્રા (યુ.પી) તેમજ સ્થળ ઉપર હાજર નહી મળી આવેલ ધર્મેશભાઇ ઉર્ફે હક્કાભાઇ બાબુભાઇ ચાવડા રહે.હાલ મોરબી વાળા ગેરકાયદેસર અનઅધિકૃત રીતે ગોરખધંધા ચલાવતા હતા જેની ઉપર મોરબી એલસીબી ત્રાટકી હતી

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW