મોરબી પોલીસને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે.(૧) ફ.ગુ.ર.નં.૧૩૧/૧૯૯૬ આઇ.પી.સી. કલમ ૩૯૩ તથા (૨) ફ.ગુ.ર.નં.૧૧/૧૯૯૭ આઇ.પી.સી. કલમ ૩૯૫,૩૯૭ વિ મુજબના ગુન્હાના કામના નાસતો ફરતો આરોપી ગોરધન ભુરાભાઇ મેડા રહે.રેણુ તા.જી.જાંબુઆ (મધ્યપ્રદેશ) વાળો હાલે મોરબી રવિરાજ ચોકડી ખાતે આવેલ હોવાની ચોકકસ હકીકત મળતા તુરંત જ પોલીસે હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી ગોવર્ધનસીંગ ભુરાભાઇ મેડા ઉ.વ.૪૭ રહે.રેતાલુંજા ભીમફળીયા તા.જી.જાંબુઆ (મધ્યપ્રદેશ) વાળો રવિરાજ ચોકડી ખાતેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ/ધાડ તથા લુંટની કોશિશના અલગ અલગ બે ગુનામાં ૨૯ વર્ષ જેટલા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.