Sunday, February 9, 2025

પી.જી.વી.સી.એલ. મોરબી શહેર પેટા વિભાગ-2 કચેરીનું વિભાજન કરવા કાંતિલાલ અમૃતિયા ની સીએમ ને રજૂઆત

Advertisement

મોરબી ના માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું છે કે ખૂબ જ ઝડપથી વિકસતા મોરબી શહેરની સુચારૂરૂપની વીજ વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માટે સુર્દઢ વહીવટ પૂરતું મહેકમ તથા શ્રેષ્ઠ સેવાઓ જરૂરી છે. મોરબી મહાનગરપાલિકા બની છે. જેથી આસપાસના સંખ્યાબંધ ગામો શહેરમાં જોડાશે-મોરબી તેના ઉદ્યોગોને લઈને પ્રખ્યાત હોઈ સમગ્ર દેશમાંથી પોતાની આજીવિકા માટે મેનેજરીયલ સ્ટાફ અને શ્રમજીવીઓ મોટી સંખ્યામાં અત્રે આવે છે.
આવનારા સમયમાં 5,000 થી વધારે નવા વીજ જોડાણો તેટલા જ પ્રમાણમાં ટ્રાન્સફોર્મર્સ અને લાઈનના સંભવિત વધારાને લક્ષમાં રાખી સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવા તથા ગ્રાહકને હાલાકી ન પડે તે માટે મોરબી શહેર પેટા વિભાગ-2 કચેરીનું ત્વરીત વિભાજન કરી નહેરૂ ગેટ-પેટા વિભાગ કચેરી શરૂ કરવા યોગ્ય કરાવશો.વીજ ગ્રાહકો તથા રેવન્યુને ધ્યાનમાં લેતા આ વિષયને ઝડપથી કાર્યન્વીત કરવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ સીએમ ને રજૂઆત કરી છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW