માળીયા(મિં) ને.હાઇવે ઉપર આવેલ આરામ હોટલ પાસેથી ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલ બિયર ટીન નંગ- ૨,૨૫૬ કિ.રૂ.૨,૮૨,૦૦૦ /- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૩૩,૪૫,૧૬૬/-ના મુદામાલ સાથે એક આરોપીને પકડાયો
મોરબી એલ.સી.બી. પોલીસ ને ખાનગી બાતમી મળેલ કે, એક ટાટા ટ્રક રજી. નં. RJ14GH2137 વાળી કચ્છ તરફથી મોરબી તરફ આવવા નીકળેલ છે અને હાલે આ ટ્રક જે માળીયા પાસે આવેલ આરામ હોટલની સામે રોડની સાઇડમાં પડેલ છે તેમાં રાજસ્થાનથી આવતી માટીની બોરીઓની આડમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે તેવી ચોકકસ હકિકત આધારે હકીકત વાળી ટ્રક ટ્રેલર મળી આવતા ચેક કરતા તેમાં એક ઇસમ પાસેથી બિયરનો જથ્થો મળી આવતા માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ
– પકડાયેલ આરોપીના નામ સરનામા:-
૧. ટીકારામ સન/ઓફ પોખરમલ વર્મા/બલાઇ ઉ.વ.૩૪ ધંધો-ડ્રાઇવીંગ રહે.હાલ અગલોઇ તા. ખંડેલા જી.શીખર (રાજસ્થાન)
– પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
૧. માલ મોકલનાર તથા મંગાવનાર- રોહીત નામનો માણસ
> પકડાયેલ મુદામાલની વિગત
(૧) ટ્રક ટ્રેલર નં. RJ14GH2137 કિ.રૂ.૩૦,૦૦,૦૦૦/-
(૨) બિયર ટીન નંગ- ૨,૨૫૬ કી.રૂ.૨,૮૨,૦૦૦/-
(૩) માટીનો જથ્થો ૩૫.૭૪૦ ટન કિ.રૂ.૫૮.૧૬૬/-
(૪) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૩૩,૪૫,૧૬૬/- નો મુદામાલ કબજે
કરેલ છે.
આરોપીની દારૂ ઘુસાડવા અંગેની ખાસ પધ્ધતિ તમામ રાજયની બોર્ડર ઉપર પોલીસ ધ્વારા ગે.કા.ચીજવસ્તુઓની હેરાફેરી ઉપર વોચ રાખી સધન વાહન ચેકિંગ અંગેની પ્રવૃતિ ચાલુ હોય જેથી પકડાયેલ ટ્રક ટ્રેલરના ચાલકે પોતાની ટ્રકમાં માટીની આડમાં બિયરનો જથ્થો સંતાડી રાજસ્થાન રાજયમાંથી ભરી લાવી ગુજરાતમાં ઘુસાડેલ છે.