Monday, February 10, 2025

માળીયામિંયાણાના ચાંચાવદરડા ગામની સીમમાં સરકારી ગોદામમાંથી સરકારી અનાજની ચોરી કરીને વેચવાના કૌભાંડનો પર્દાફાશ

Advertisement

સરકારી અનાજના દાણા ચોરી કરીને ચરી જનારા ચોરટાઓની સાથે કોની કોની મિલીભગત ? ઊંડી તપાસ થાય તો મસમોટું અનાજ કૌભાંડ બહાર આવે તેવી શકયતા

માળીયામિંયાણાના ચાંચાવદરડા ગામની સીમમાં સરકારી બાબુઓને અંધારામાં રાખીને સરકારી અનાજની ગોદામમાં સરકારી અનાજ ચોરટાઓ ચોરી કરીને ચરી ગયાનો પર્દાફાશ થયો છે માળીયા પોલીસે સરકારી ગોદામમાં સરકારી અનાજને ચોરી કરનારાને ઝડપી લેતા અનાજ ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો છે પરંતુ ચોરી કરનાર બે ત્રણ વખત ગોદામમાં સરકારી અનાજ ચોરી ગયાનુ પુછપરછ દરમિયાન ખુલ્યું છે જેથી સરકારી અનાજ ચોરી કૌભાંડમાં અન્ય ચોરટાઓની ભૂમિકા ભજવનાર કોણ કોણ સામેલ છે? તેવી ચર્ચાએ જોર પકડયું છે જેથી પોલીસ દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટું અનાજ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે સરકારી અનાજની ચોરી કરીને અનાજ સગેવગે કરે તે પહેલા જ માળીયા પોલીસે બે શખ્સોને અનાજના જથ્થા સાથે ઝડપી લીધા છે સમગ્ર કૌભાંડમાં સરકારી ગોડાઉનમાં અનાજનો જથ્થો આવે ત્યારે બહારથી અનાજ ચોરી કરી લેતા હોય તો ગોદામમાં અનાજનો જથ્થો ઓછો ઉતરે છે તે ત્યાં સરકારી બાબુઓને કેમ ખબર ન પડી ? શું સરકારી અનાજના ગોડાઉનના વહીવટ કરતા દ્વારા સ્ટોક લેવા સમયે ઘાલમેલ થતી ? આ કૌભાંડમાં કોણ કોણ ક્યાં ક્યાં મળતિયો સામેલ છે ? પોલીસ પ્રેસ નોટ મુજબ આ શખ્સો એ ત્રણ થી ચાર વખતે સરકારી અનાજની ચોરી કરેલ છે તો અત્યાર સુધી ગોડાઉનના સંચાલકો દ્વારા કેમ પોલીસ ફરિયાદ નો કરાઈ? સહીતના શંકા પેદા કરતા સવાલો ઊઠ્યા છે જેથી પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરે તો અનેક કૌભાંડીઓના નામો ખૂલે તેવી શક્યતા છે !! માળીયા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.સી ગોહિલ સહીતની ટીમની કાબીલેદાદ કામગીરી થકી તાજેતરમાં ડીઝલ દારૂ સહીતના પર્દાફાશ કરી ખળભળાટ મચાવી દીધો છે ત્યારે ફરી અનાજ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે હાલ માળીયા પીઆઈ આર.સી.ગોહિલ તથા માળીયા મીયાણા પો.સ્ટેના પોલીસ સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા હતા તે દરમિયાન પોલીસ સ્ટાફના પો.કોન્સ જયપાલસિહ ઝાલા તથા મનસુખભાઇ ચાવડા સહીતનાઓને સંયુકત રાહે હકીકત મળેલ કે ચાંચાવદરડા ગામની સીમમા આવેલ સરકારી ગોદામ માંથી અમુક ઇસમો સરકારી અનાજનો જથ્થો ચોરી કરી તેનુ વેચાણ કરી આર્થીક લાભ મેળવે છે અને હાલે તેઓની પ્રવૃત્તિ ચાલુ છે જે હકિકતના આધારે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા સરકારી અનાજનો ઘઉં,ચોખાના જથ્થા સાથે બે ઇસમો મળી આવતા જેઓની પુછપરછ કરતા પોતે ત્રણથી ચાર વખત આ પ્રકારે સરકારી ગોદામમાંથી અનાજનો જથ્થો ચોરી કરી બજારમા તેનુ વેચાણ કરી આર્થીક લાભ મેળવતા હોવાનુ જણાવતા હોય જેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરેલ છે પકડાયેલા આરોપી શીવરાજસિંગ કાલીયરન ભુરેલાલ રાજપુત ઉ વ.૨૮ ધંધો ડ્રાઇવીંગ રહે.મોરબી યમુનાનગર શેરી નં ૦૪ મુળ રહે.પોરસા પો.સ્ટ જોટાઇ તા.પોરસા જી મુરૈના (મધ્યપ્રદેશ) રાહુલ પુજારામ ભોસુરામ રાજપુત ઉવ.૨૨ ધંધો મજુરી રહે હાલ ગ્રીન લેન્ડ ચોકડી ઝુપડપટ્ટી વિસ્તાર મુળ રહે રાનપુર પો.સ્ટે આંબા તા.પોરસા જી મુરૈના (મધ્યપ્રદેશ) તેમજ પકડવાના બાકી આરોપી રમેશભાઇ રહે શનાળા તા.જી મોરબી તમામ પાસેથી પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ ચોખાની (ચાવલ)ની બોરીઓ નંગ કુલ ૧૧ કુલ વજન પ૫૦ કિલો રૂ.૨૨.૦૦૦ ઘઉંની બોરીઓ નંગ ૪ કુલ વજન ૨૦૦ કિલો કિ.રૂ ૬૦૦૦ ઇક્કો ગાડી GJ-36-AF-1153 કિ.રૂ. ૪,૦૦,૦૦૦ મોબાઇલ ફોન નંગ ૨ કિ.રૂ ૧૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૪૭૫૦ મળી કુલ રૂપીયા ૪.૪૨.૭૫૦નો મુદામાલ કબ્જે કરેલ છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW