Monday, February 10, 2025

ગુજરાત સરકારના બેગ લેસ ડે કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાની પાનેલી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

Advertisement

ગુજરાત સરકારના બેગ લેસ ડે* કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાની પાનેલી પ્રાથમિક શાળામાં *આનંદ મેળો* યોજાયો

મોરબીની પાનેલી શાળાના વિદ્યાર્થીઓએ ખાણીપીણીની વસ્તુઓનો આનંદ મેળામાં કર્યો વેપાર

મોરબી,સૌ ભણે સૌ આગળ વધે અને ભાર વિનાનું ભણતર જેવા ગુજરાત સરકારના અભિગમો અંતર્ગત ગુજરાતની સરકારી શાળાઓમાં *બેગ લેસ ડે* કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આવી જ એક *આનંદ મેળો* નો કાર્યક્રમ મોરબી જિલ્લાની પાનેલી પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યો. જે અંતર્ગત બાળકો શાળાએ આવીને પોતપોતાની આવડત અનુસાર અલગ અલગ ખાવાની વાનગીઓ બનાવી અને પોતે જ અલગ અલગ સ્ટોલ બનાવીને તેનું વેચાણ કર્યું. આ કાર્યક્રમ થકી બાળકોના જીવનમાં વ્યવસાયિક ગુણો વિકસે એવા પ્રયત્નો કરવામાં આવ્યો. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવામાં શાળાના આચાર્ય, તમામ શિક્ષકોએ તેમજ બાળકોએ ભારે જહેમત ઉઠાવી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW