Monday, February 10, 2025

રાજ્ય સત્તાનું સંચાલન ચતુર્થમતથી થવું જોઈએ: મોરારિબાપુ નડિયાદની ‘માનસ યોગીરાજ’ રામકથા વિરામ પામી.

Advertisement

નડિયાદ (તખુભાઈ સાંડસુર દ્વારા)

નડિયાદની ભૂમિ તપસ્વી અવધૂત પૂ. સંતરામજી મહારાજની પાવન ચેતના સભર જ્યોતિ તો છે જ પરંતુ લોખંડી એકતાના જનક એવા સરદારની જન્મભૂમિ પણ ખરી!તો વળી સરસ્વતીચંદ્ર જેવી પોંખણા કરવા લાયક નવલકથાના સર્જક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની પણ પાવન અવતરણ ભૂમિ છે.અહીં પુ. મોરારિબાપુનો રાજીપો કથાના સ્વરૂપે તારીખ 1 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન સતત અમીછાંટણા કરતો રહ્યો. આ ભૂમિ ઉપર સંતરામજી મહારાજે ચેતન સમાધિ લઈને એક નવી ઊંચાઈ સુધી તપસ્થલીને લઈ જવાનો પ્રયત્ન તો કર્યો પણ સાથોસાથ અનેક પ્રકલ્પોના માધ્યમથી માનવમાં પ્રભુના દર્શન કરી શકાય તેવા સેવા કાર્યો આજે પણ સતત ધબકી રહ્યા છે. લગભગ 12 દિવસ સુધી ચાલનારો 194 મો સમાધિ મહોત્સવ નડિયાદમાં પુ. મોરારિબાપુની પવિત્ર પાવન અને પ્રવાહી રામગાથા થકી આરંભાયો હતો અને નવમા દિવસના અંતે સમાધિ મહોત્સવનો પહેલો મણકો પૂર્ણ થયો.
આજની કથામાં અમરકંટકથી ઉપસ્થિત એવા સંત શ્રી કલ્યાણ બાબાએ કહ્યું કે છેલ્લા 20 વર્ષથી હું આ તીર્થ ભૂમિમાં આવું છું અને મને કહેતા ગૌરવ થાય છે કે આ ભૂમિ હવે સેવાતીર્થ બની ગઈ છે.પુ. મોરારિબાપુએ પોતાની નવમ દિવસના પડાવની વાણીને મુખર કરતા કહ્યું કે સેવાના આ તીર્થમાં જે કોઈ સજ્જનો શ્રેષ્ઠીઓ અને તપસ્વીઓએ યતકિંચિત એવી સેવાનું ફળ પદાર્પણ કર્યું છે તે બધાને સાધુઆત.મનોરથીશ્રી દેવાંગભાઈ પટેલ અને તેમના પરિવારે આ તીર્થભૂમિને તેમના પાયાના આદર્શોને સિંચિત કરવા માટે જે કામ કર્યું છે તે સરાહનીય છે.કોઈ પણ સતાના સંચાલનમાં જે રીતે ભરતજીએ ચાર મતને અનુસરવા કહ્યું તેમ લોકમત,સાધુમત,વેદમત અને રાજમતની એટલી જ યોગ્યતા છે. આજના કથાક્રમને ઉપાડીને અયોધ્યામાં શ્રી રામજીનું આગમન અને પછી શ્રી દશરથ મહારાજજીનું દેવલોક ગમન અને સાથે સાથે રામજીનું વનવાસ ગમન વગેરે કથાને આગળ વધારતા અંતિમ પડાવે રામનો રાજ્યભિષેક અને ભગવાન રામજીના રઘુકુળના ઉત્તરાધિકારીઓનો અવતરણ વગેરે કથાઓ રસિક,પ્રવાહી પરંપરાનું ચિત્રણ કરીને કથાને વિરામ અપાયો હતો.
ભગવદ કાર્યના આ અનુષ્ઠાન દરમ્યાન અનેક સેવાના પ્રકલ્પો જેમાં રક્તદાન કેમ્પ,દર્દી નારાયણની સેવા અ્ન્નો બ્રહ્મની સેવા વગેરે સતત નવ દિવસ સુધી ચાલતા રહ્યાં હતાં. હવે આગામી 12મી તારીખ પૂનમનો દિવસે સમાધિ મહોત્સવનો દિવસ હોય સાંજના અહીં સાકર વર્ષાનો ઉત્સવ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
સમગ્ર કથા દરમિયાન આયોજનમાં નિર્ગુણદાસજી મહારાજ, મોરારિદાસજી, ચેતનદાસજી પુ મહંત રામદાસજી મહારાજના આશીર્વાદથી જોડાયા હતા.ઉત્તમ સંચાલન સાક્ષર એવા હસિતભાઈ મહેતાએ સંભાળ્યું હતું.આજની કથામાં દલપતભાઈ પઢીયાર અને માધવ રામાનુજ, ભદ્રાયુ વચ્છરાજાની સહિતના સારસ્વતો પણ ઉપસ્થિત હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW