મોરબી મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા સેનિટેશન શાખા, ભુગર્ભ શાખાના સફાઈ મિત્રોની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખતા પી.પી.ઈ./ P.P.E. કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ભુગર્ભ શાખાના કર્મચારીઓ/ Sewer man ને NAMASTE SCHEME/ નેશનલ એક્શન ફોર મિકેનાઇઝડ સેનિટાઈઝેશન ઇકોસિસ્ટમ અન્વયે Namaste/ Dangri (Pairs), Gumboot, Gloves, Safety Helmet, Safety Goggles, N95 Mas, Half Face Mask with Cartridge નું વિતરણ કરવામાં આવ્યું હતું.
તેમજ સેનિટેશન શાખાના સફાઈ કર્મચારીઓને સફાઈ દરમિયાન એકત્ર થયેલા કચરાના વહન માટે હાથલારીનું વિતરણ કરવામાં આવેલ. આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકા તેમના સફાઈ મિત્રોના આરોગ્ય અને સુરક્ષાના હિતમાં જરૂરી પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.