શ્રી ગંગાસ્વરૂપ સહાય સમિતિ, લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી,પીજી પટેલ કોલેજ,અને ચિત્રા હનુમાનજી ધૂન મંડળ મોરબી ક્રિષ્ના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત નવમો સમૂહ લગ્ન સંપન્ન કરવામાં આવેલ હતો.
શ્રી સાઈ મંદિર શ્રી હનુમાનજી મંદિર રણછોડ નગર મોરબી મુકામે ભવ્ય આયોજન કરવામાં આવેલ.
અત્યાર સુધીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા 295 દીકરીઓને સ્વસુર ગ્રહે વિદાય આપવામાં આવી છે આજરોજ નવ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિધવા બહેનોની દીકરીઓ તથા ગરીબ પરિવારની દીકરીઓનો સમાવેશ કરવામાં આવેલો હતો.
દરેક દીકરીઓને કરિયાવરની અંદરમાં 68 જાતની વસ્તુઓ આપવામાં આવેલ હતી સોના ચાંદીની વસ્તુઓ પણ આપવામાં આવેલ હતી,
સમ્રાટ જવેલર્સ વાળા કિશોરભાઈ રાણપરા તરફથી મોટો સહયોગ આપવામાં આવેલ હતો,
સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા માટે દેવકરણભાઈ આદરોજા, ચંદ્રકાંતભાઈ દફ્તરી, ટી સી ફૂલતરીયા , રણછોડભાઈ કૈલા, રમેશભાઈ રૂપાલા, રણછોડરાયજી મંદિરના મહંત બાબુભાઈ, વિનુભાઈ ભટ્ટ બાલુભાઈ કડીવાર, દ્વારા આયોજન કરવામાં આવેલ,
આ ઉપરાંત આ સમૂહ લગ્નમાં દીકરીઓને તૈયાર કરવા માટે ઉમિયા બ્યુટી પાર્લર વાળા ઉમાબેન સોમૈયા તરફથી ફ્રી સેવા આપવામાં આવેલ હતી.
લાભ લેનાર દીકરીઓને બ્યુટી પાર્લરના ક્લાસ ફ્રી ઓફ ચાર્જમાં કરાવવામાં આવશે તથા બ્યુટી પાર્લર ની કીટ ફ્રી માં આપવામાં આવશે.
એવી જ રીતે લાભાર્થી દીકરીઓને સીવણ ક્લાસફ્રી કરાવી આપવામાં આવશે તથા સિલાઈ નું મશીન ફ્રી માં આપવામાં આવશે.
બ્યુટી પાર્લર અને સીવણ ક્ષેત્રે અનુભવ થવાથી દીકરી જાતે પગભર થવા માટે રોજીરોટી મેળવી શકે તે હેતુ થી આ કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે
.