મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી બદલ રૂ.૨૮ હજારથી વધુનો દંડ વસુલ કરાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ મોરબી શહેરમાં તારીખ ૧૦/૦૨/૨૦૨૫ થી ૧૩/૦૨/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વપરાશકર્તાઓ તથા ગંદકી કરતાં આસામીઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કુલ ૪ આસામી પાસેથી ૧૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને તેઓ પાસેથી રૂ.૧૦૨૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

તેમજ જાહેર સ્થળો પર ગંદકી ફેલાવતા ૨૮ આસામી પાસેથી રૂ. ૧૭૩૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW