Sunday, February 23, 2025

મોરબી તથા વાંકાનેર વિસ્તારમાં થયેલ અલગ-અલગ ત્રણ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ મોરબી

Advertisement
Advertisement

મોરબી એલસીબી પોલીસ ને હ્યુમન સોર્શ, ટેકનીકલ માધ્યમ, તથા ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, એક ઇસમ જે હાલે મોરબી બેઠા પુલ પાસે મણીમંદીરની બાજુમાં રોડ ઉપર ઉભેલ છે.અને મજકૂર ઇસમે પોતાના શરીરે કેસરી કલરનો શર્ટ તથા બ્લુ કલરનું જીન્સનુ પેંટ પહેરેલ છે જે ઇસમ પાસે ચોરીનો મુદામાલ છે તેવી હકકીત આધારે તુરતજ પોલીસે આ જગ્યાએ જઇ તપાસ કરતા સદરહૂ જગ્યાએથી હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ મળી આવતા જેની ગુના સબંધી પુછપરછ કરી રેકર્ડ આધારીત ખરાઇ કરતા ઉપરોક્ત વિગતે મોરબી સીટી એ ડીવી પોસ્ટે ખાતે એ પાર્ટ ગુ.ર.નં. ૧૦૬૫/૨૦૨૩ આઇ.પી.સી.કલમ ૪૫૭,૩૮૦ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોય અને પોતે આ ગુનો આચરેલાની કબુલાત આપેલ હોય જેથી મજકુર ઇસમ પાસેથી આ ગુનાના મુદામાલ પૈકીના રોકડા રૂપીયા તથા ચોરીમાં ગયેલ ચાંદીના સિક્કાઓ મળી આવતા કબજે કરી મજકુર આરોપીની વિષેસ પુછપરછ કરતા તેણે વાંકાનેર વિસ્તારમાં બનેલ અન્ય બે ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપતા હોય જેથી મજકૂરને મુદામાલ સાથે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

> પકડાયેલ આરોપીનુ નામ સરનામુ:-

(૧) અંકીતભાઇ મહાદેવભાઇ વિકાણી/ રહે.રાજકોટ ગોંડલ ચોકડી ગુજરાત પેટ્રોલપંપની પાછળ તા.જી.રાજકોટ મુળ ગામ રામપર (નશીતપર) તા.ટંકારા જી.મોરબી

– ડીટેક્ટ કરેલ ગુનાઓની વિગતઃ-

(૧) મોરબી સીટી એ ડીવી પોસ્ટે ૧૦૬૫/૨૦૨૩ આઇ.પી.સી.કલમ ૪૫૭,૩૮૦

(૨) વાંકાનેર સીટી પોસ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૦૧૭/૨૦૨૩ આઇ.પી.સી. ૪૫૭,૩૮૦

(૩) વાંકાનેર તાલુકા પોસ્ટે એ પાર્ટ ગુ.ર.નં. ૦૧૦૩/૨૦૨૪ આઇ.પી.સી.કલમ ૩૮૦,૪૫૭

> કબ્જે કરેલ મુદામાલની વિગત-

(૧) રોકડા રૂપીયા ૧,૦૦,૦૦૦/-

(૨) ચાંદીના સિક્કા નંગ-૧૦ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૫,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

– ગુન્હાની મોડસઓપરેન્ડી-

આ કામનો આરોપી રાજકોટથી એકલા મોરબી વિસ્તારમાં આવી દીવસના સમયે શહેર તથા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ફરી કારખાના તથા બંધ ઓફીસોની રેકી કરી મોડી રાત્રીના સમયે આવા કારખાના તથા ઓફીસને ટાર્ગેટ કરી ઓફીસ તથા કારખાનાની બારીઓના સળીયા તણી તથા પકડ જેવા હથીયારથી કાપી અંદર પ્રવેશી ઘરફોડ ચોરીઓ કરવાની ટેવ વાળો છે.

> પોલીસનો પ્રજાજોગ સંદેશ :-

આથી મોરબી જિલ્લાની પ્રજાને અમો પોલીસનો સંદેશ છે કે, તમારા મિલકતના રક્ષણ માટે તમો સાંજના સમયે તમારુ કારખાનુ તથા ઓફીસ બંધ કરતી વખતે તેમાં રોકડ રકમ તથા અન્ય કોઇ કિમંતી સર સામાન ન રાખી તમારા કારખાના તથા ઓફીસમાં જરૂરી સિક્યુરીટી સ્ટાફ રાખવો તેમજ રાત્રીના સમયે ઓફીસ/કારખાનુ લોક રાખવુ તેમજ જરૂરી સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા રાખવી જેથી આવા પ્રકારની ચોરીના બનાવો બનતા અટકાવી શકાય

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW