મોરબી મહાનગરપાલિકા અને પુસ્તક પરબ-મોરબી દ્વારા આવતીકાલ તારીખ ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી પુસ્તક પ્રદર્શન કમ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના નગરવાસીઓમાં પુસ્તકોના વાંચન પ્રત્યે જાગૃતિ વધે તેવા ઉમદા હેતુથી કેસરબાગ-મોરબી ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાશે. આ ઉપરાંત કાર્યક્રમમાં પુસ્તક પરિચય-બુક ટોક કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં મોરબીના પ્રસિદ્ધ કવિ શ્રી જલરૂપ રૂપેશ પરમાર અને રાજ્યકક્ષાની વાર્તા સ્પર્ધામાં મોરબીનું પ્રતિનિધિત્વ કરનાર શ્રી કાવ્યા પૈજા દ્વારા પુસ્તક પરિચય આપવામાં આવશે.
આ પ્રદર્શન મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરેના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે. મોરબીની જાહેર જનતાને આ પ્રદર્શન નિહાળવા અને પોતાના પુસ્તકો લાયબ્રેરીને દાન કરવા અંગે અપીલ કરવામાં આવે છે. તેમ ડેપ્યુટી કમિશ્નર, મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.