મોરબી તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ. મહેન્દ્રસિંહ ચુડાસમા તથા ભગીરથભાઈ લોખીલને બાતમી મળેલ કે, મોડપર ગામ બળવંતભાઇ ઉર્ફે બબુભાઇ નાનજીભાઇ દેત્રોજા વાળો પોતાના રહેણાંક મકનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે મળેલ બાતમી હકીકત આધારે રેઇડ કરતા જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂ.૩૧,૩૦૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ નંગ -૦૫ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કૂલ કિ.રૂ.૫૬,૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની તપાસ પો.સ.ઇ એસ.એન.સગારકા ચલાવી રહેલ છે
– આરોપી :-
1. બળવંતભાઇ ઉર્ફે બબુભાઇ નાનજીભાઇ દેત્રોજા રહે- મોડપર તા.જી.મોરબી
2. ધર્મેન્દ્રસિંહ જસુભા ઝાલા રહે- આશાપુરા સોસાયટી અક્ષરપાનની પાછળ ગોંડલ તા.ગોંડલ જી.રાજકોટ મુળ ગામ-મોડપર તા.જી.મોરબી
3. રમેશભાઇ ઉર્ફે લલીતભાઈ નાનજીભાઇ બાડધા રહે- મોડપર તા.જી.મોરબી
4. ગોરધનભાઈ અમરશીભાઈ કગથરા રહે- મોડપર તા.જી.મોરબી
5. ધવલભાઇ નાનજીભાઈ અધારા રહે- મોડપર તા.જી.મોરબી
6. કિશોરભાઇ રૂગનાથભાઇ અઘારા રહે. મોડપર તા.જી.મોરબી
– કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૩૧,૩૦૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ નંગ -૦૫