Thursday, February 20, 2025

અમદાવાદમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને અંજાર ખાતેથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે પકડી પાડતી એલસીબી મોરબી

Advertisement
Advertisement

અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને અંજાર ખાતેથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી.

મોરબી એલસીબી પોલીસ ને હ્યુમન સોર્શ, ટેકનીકલ માધ્યમ, તથા ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, અમદાવાદ શહેર નારોલ પોસ્ટે ૧૮૧/૨૦૧૮ આઇ.પી.સી.કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી જેનુ નામ પુરણસિંગ લલ્લુરામ નિશાદ રહે.આલ તા.જી.જાલોન થાના કોર્થોદ (યુ.પી) વાળો છે જે ઇસમ ઉપરોક્ત ગુનાના કામે નાસતો ફરતો છે અને હાલે તે ઘૂટું ગામ પાસે આવેલ બાપાસીતારામ ચોકડી પાસે ઉભેલ છે જે ઇસમની તપાસ કરતા મજકૂર ઇસમ હીરો હોન્ડા સ્પેલન્ડર મોટર સાયકલ સાથે મળી આવેલ વિષેશ પુછપરછ કરતા ૨૦૧૮ ની સાલમાં પોતે તથા પોતાનો નાનો ભાઇ ગોપાલ નિશાદ એમ બન્નેએ સાથે મળી એક બંધ મકાનમાંથી ચોરી કરેલ હતી અને તેમાંથી તેઓને એક લેપટોપ તથા ચાંદીની મુર્તી તથા રોકડા રૂપીયા તથા અન્ય ચીજવસ્તુ મળેલ હતી જે ગુનાના કામે પોતાનો ભાઇ પકડાયેલ હોય અને પોતે આ ગુનાના કામે પકડવાના બાકી છે તેવી કબુલાત આપેલ તથા મજકુર આરોપીની વિશેષ પુછપરછ કરતા આજથી આશરે દોઢેક વર્ષ પહેલા અંજાર તાલુકાના એક ગામમાંથી મોટર સાયકલની ચોરી કરેલ હોય તેવી કબુલાત આપેલ હોય જેથી મજકૂરને અમદાવાદ શહેરના નારોલ પોસ્ટે મુજબના ગુનાના કામે બી.એન.એસ.એસ.ની કલમ ૩૫(૨) જે મુજબ અટક કરેલ છે. અને તેની પાસેથી અંજાર પોસ્ટેના ગુનાના કામનુ મોટર સાયકલ મુદામાલ તરીકે કબ્જે કરેલ છે અંજાર પોસ્ટે ખાતે જાણ કરવા આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા ખાતે સોપી આપેલ છે.

આમ મોરબી એલ.સી.બી.ને અમદાવાદ શહેરના નારોલ પોસ્ટે વિસ્તારમાં દોઢેક વર્ષ પહેલા બનેલ ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો તથા અંજાર પોસ્ટેમાં મોટર સાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

> પકડાયેલ આરોપીનુ નામ સરનામુ:-

(૧) પુરણસિંગ લલ્લુરામ નિશાદ/કેવટ ઉ.વ.૩૨ ધંધો-પાણીપુરીની લારી રહે. આલ તા.જી.જાલોન થાના કોથોંદ (યુ.પી)

ડીટેક્ટ કરેલ ગુનાઓની વિગતઃ-

(૧) અંજાર પોસ્ટેના એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૩૨૩૧૦૨૩/૨૦૨૩ આઇ.પી.સી.કલમ ૩૭૯

– આરોપીનો ગુનાહીત ઇતીહાસ વિગતઃ-

(૧) અમદાવાદ શહેર નારોલ પોસ્ટે ૧૮૧/૨૦૧૮ આઇ.પી.સી.કલમ ૪૫૪,૪૫૭,૩૮૦

(૨) વટવા પોસ્ટે ફસ્ટ ગુ.ર.નં.૫૧/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૩) અંજાર પોસ્ટેના એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૩૨૩૧૦૨૩/૨૦૨૩ આઇ.પી.સી.કલમ ૩૭૯

> કબ્જે કરેલ મુદામાલની વિગત-

(૧) હિરો હોન્ડા કંપનીનુ મો.સા. રજી.નં. GJ12BK2919 કિ.રૂ.૨૫,૦00/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW