Sunday, February 23, 2025

મોરબી તાલુકાના લાલપર આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયું

Advertisement
Advertisement

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા આરોગ્ય કચેરી, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા અગ્રણી અરવિંદભાઈ વાંસદડીયા, ઉપસરપંચ રાજુભાઈ જેતપરિયા, એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.દીપક બાવરવા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજુભાઈ પરમાર, તલાટી મંત્રી મેહુલભાઈ દલસાણીયા, બહોળી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમજ મંચસ્થ મહેમોનોએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે લાલપર ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ. જેમાં કુલ ૪૦ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવેલ.

આ સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, લેબોરેટરી ટેકનીશીન સેતાભાઈ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાહુલ કોટડીયા, મેડીકલ ઓફિસર ડો.રાધિકા વડાવિયા, આયુષ મેડીકલ ઓફિસર ડો.જયેશભાઈ રામાવત, તાલુકા હેલ્થ સુપરવાઈઝર દીપક વ્યાસ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના કર્મયોગી મિત્રો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

ઉપરોક્ત બ્લડ ડોનેશન કેમ્પમાં ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા અગ્રણી અરવિંદભાઈ વાંસદડીયા, ઉપસરપંચ રાજુભાઈ જેતપરિયા, એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.દીપક બાવરવા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજુભાઈ પરમાર, તલાટી મંત્રી મેહુલભાઈ દલસાણીયા, બહોળી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW