મોરબી: આજે 19 ફેબ્રુઆરીના રોજ
સાહસ અને શૌર્યના પ્રતીક, હિંદુ હદયસમ્રાટ અને મહાન યોધ્ધા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે. ત્યારે આજે ક્ષત્રિય કરણી સેના મોરબી જિલ્લાના અધ્યક્ષ બલરામસિંહ સેંગર અને તેમની ટીમ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના જેલ ચોકમાં આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને સાફ-સફાઈ કરીને, પ્રતિમાને ફુલમાળા અર્પણ કરી તેમને પુષ્પાંજલિ આપી હતી. તેમજ ક્ષત્રિય કરણી સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા તેમના સપના હિન્દ સ્વરાજના કદમ ઉપર ચાલવા એવી વિચારધારા વ્યક્ત કરી હતી.