Saturday, February 22, 2025

મોરબી જિલ્લામાં નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપની પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ- ૨૦૨૪-૨૫ પરીક્ષાઓ યોજાશે. જે અંતર્ગત આગામી તારીખ ૨૨/૦૨/૨૦૨૫ ના રોજ આયોજિત પરીક્ષા સત્રમાં ચોરીના દુષણને કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે.

જેને ધ્યાનમાં રાખતા મોરબી જિલ્લામાં નિયત કરાયેલા પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટર વિસ્તારની હદમાં આગામી તારીખ ૨૨/૦૨/૨૦૨૫ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકથી ૦૩:૦૦ કલાક દરમિયાન લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં અને પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરની અંદરમાં આવેલા ઝેરોક્ષ સેન્ટર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

તેમજ પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર, અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર, મોરબી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની અંદર ગેરરીતિ આચરવાના, અન્ય કોઈપણ હેતુથી કોપી કરાવી શકાશે નહીં, અનિયમિતતા ઊભી કરવાના, પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી તેમજ ચાર કરતા વધુ વ્યક્તિઓએ પ્રવેશ કરી શકાશે નહીં. તેમજ કોઇપણ પ્રકારનું સરઘસ કાઢી શકાશે નહીં અને ઝેરોક્સ મશીન દ્વારા કે અન્ય કોઈપણ રીતે પરીક્ષાલક્ષી સાહિત્ય કે લીથો લઈ-જઈ શકાશે નહીં. પરીક્ષા કેન્દ્રોની અંદર કોઈપણ વ્યક્તિ કે વિદ્યાર્થી મોબાઈલ ફોન લઈને પ્રવેશ કરી શકશે નહીં.

ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ નિયમ અનુસાર સજાને પાત્ર થશે. આ હુકમ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મળેલી હોય તેવી વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ, પરીક્ષાનું ઓળખપત્ર ધરાવતા વિદ્યાર્થીઓ, પરીક્ષા કાર્યમાં રોકાયેલા તમામ વ્યક્તિઓ, સ્મશાન યાત્રા, સરકારી નોકરીમાં અને અન્ય નોકરીમાં હાજર હોય તેવી વ્યક્તિ, લગ્નના વરઘોડા, ફરજ ઉપર હાજર હોય તેવા ગૃહ રક્ષક દળના વ્યક્તિઓને લાગુ પડશે નહીં. પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રોની અંદર મોબાઈલ કે અન્ય કોઈપણ પ્રકારના ડીવાઈસ સાથે લઈ-જઈ શકશે નહીં.

મોરબી જિલ્લામાં નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની યાદી..

હળવદમાં નાલંદા વિદ્યાલય, શ્રી ઉમા કન્યા વિદ્યાલય, વિદ્યાદર્શન શૈક્ષણિક સંકૂલ, તક્ષશિલા વિદ્યાપીઠ, માળીયા મિયાણામાં શ્રી સત્યસાંઇ વિદ્યા મંદિર અંગ્રેજી માધ્યમ, વિનય વિદ્યા મંદિર, મોરબીમાં એસ.વી.પી. કન્યા વિદ્યાલય, શ્રીમતી ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, સાર્થક વિદ્યાલય, શ્રીમતી એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ, એમ.એસ.દોશી હાઇસ્કૂલ, ટંકારામાં એમ.પી.દોશી વિદ્યાલય, શ્રી મહર્ષિ દયાનંદ વી. વિદ્યાલય, વાંકાનેર ખાતે શ્રી અમરસિંહજી હાઇસ્કૂલ, શ્રી કે.કે.શાહ માધ્યમિક વિદ્યાલય, શ્રી એમ.એચ.જે.એસ.એસ. મુનિ ગર્લ્સ હાઇસ્કૂલ, શ્રી મંદિર માધ્યમિક વિદ્યાલય, ધી મોડર્ન હાઇસ્કૂલ વાંકાનેર..

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW