પશુઓ પ્રત્યે થતા ફરતાના બનાવવો અટકાવવા પોલીસ કામગીરી કરી રહી હોય તે દરમિયાન માળીયા મી પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા ત્યારે માળીયા મીં. ઓનેસ્ટ હોટલ પાસે કચ્છ મોરબી હાઇવે ઉપર આવતા એક સફેદ કલરની બોલેરો ગાડી બોલેરો ગાડી નં. જી.જે.૧૨ સીટી ૮૩૯૯ માં નાના મોટા પાડાઓ નંગ ૦૭ (સાત)ને ભરવા પુરતી જગ્યા ન હોય અને પાડાઓને પીડા યાત્ના પહોયે તે રીતે ગાડીમાં ઠસોઠસ ભરી દયનીય હાલતમા ક્રુરતા પુર્વક રાખી પાડાઓ માટે પાણી તેમજ ઘાસચારાની વ્યવસ્થા નહી રાખી પાડાઓને ભૂખમરી અને વગર પાણીના કારણે પીડાઓ યાત્ના પહોચે તે રીતે ભરી નીકળેલ હોય જેપાડા જીવ ૦૭ ની કીંમત રૂ. ૨૧,૦૦૦ ગણી તેમજ બોલેરો ગાડી રજી નં. જી.જે.૧૨ સીટી ૮૩૯૯ જેથી મજકુર વિરુધ્ધ પ્રાણી પ્રત્યે ક્રુરતા અધીનીયમની ૧૯૬૦ ની કલમ ૧૧(૧)(ડી), (ઈ), (એચ) તથા જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી :- (૧) અનવરભાઈ અબ્દુલેમાન શેખ ઉ.વ.૨૯ ધંધો ડ્રાઇવીંગ રહે શેખ વાંઢ ડુમાન્ડો ભીરીંન્દર તા ભુજ જી કચ્છ
(૨) સકલીન હાજીરાયધણ જત ઉ.વ ૨૫ ધંધો મજુરી રહે સવાણીવાઢ સેરાડા મોટા ભગાડીયો તા ભુજ જી કચ્છ
કબ્જે કરેલ મુદ્દામાલ:- ઉપરોક્ત બોલેરો ગાડીમા ભરેલ કુલ ૦૭ પાડા જીવ જેમા એક પાડાની કીંમત આશરે રૂ.૩૦૦૦ લેખે ૦૭(સાત) પાડા જીવ ની કીંમત રૂ.૨૧,૦૦૦ ગણી પાંજરાપોળ ખાખરેચી ગામ ખાતે રાખવામા આવેલ છે તથા બોલેરો ગાડી નં. જી.જે.૧૨ સીટી ૮૩૯૯ ની કીંમત રૂ. ૩,૦૦,૦૦૦ ગણી તેમજ ઓપો કંપનીના ૨ મોબાઇલ જેની કિ રૂ ૧૦,૦૦૦ તમામ મુદામાલની કીંમત રૂ. ૩,૩૧,૦૦૦ ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે