પોલીસ ધારે તો શું ન કરી શકે! મોબાઈલ શોધી કાઢી ઉતમ કામગીરીનો પુરાવો આપ્યો
ટંકારા શનિવારી બજારમાં ભીડનો લાભ લઈને મોબાઈલ ચોરને ટંકારા પોલીસે હાઈવે ઉપરથી દબોચ્યોં
ટંકારા પોલીસે ગણતરીની કલાકોમાં મોબાઈલ ચોરને ઝડપીને લઈને ચોરી નો ભેદ ઉકેલી નાખ્યો
લતીપર ચોકડી શનીવારી બજારમાંથી મોબાઇલ ફોન ચોરી કરનાર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ટંકારા પોલીસ
ટંકારા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટેશન સામે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. ભાવેશભાઈ વરમોરાને ખાનગી રાહે હકિકત મળેલ કે, ટંકારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૧૪૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામે મોબાઇલ ફોન ચોરી કરનાર ઇસમ નંબર પ્લેટ વગરનુ એકટીવા મો.સા. ચલાવી રાજકોટ થી મોરબી તરફ જતો હોવાની હકિકત આધારે વોચ તપાસમાં રોકાયેલ દરમ્યાન એક ઇસમ નંબર પ્લેટ વગરના એકટીવા મો.સા સાથે મળી આવતા જે એકટીવાની ડેકીમાં તપાસ કરતા ગ્રીન કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવતા જે મોબાઇલ ફોનના બીલ આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા પોકેટકોપ મોબાઇલ ફોન એપ્લીકેશનમાં મોબાઇલ ફોનના આઇ.એમ.ઇ.આઇ. નંબર સર્ચ કરી જોતા મોબાઇલ ફોન ટંકારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૧૪૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ તે હોવાનુ આવતા મજકુર ઇસમની સઘન વધુ પુછપરછ કરતા તા.૨૨/૦૨/૨૦૨૫ ના બપોરના સમયે ટંકારા લતીપર ચોકડીએ શનીવારી બજારમાં માણસોની ગીરદીનો લાભ લઇ મજુર વ્યકિતના ખીસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી કરેલાની કબુલાત આપતા મજકુર ઇસમ સામે કાયદેસર ની કાર્યવાહી કરતી ટંકારા પોલીસ
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
૧. અક્વિનભાઇ મગનભાઈ મકવાણા ઉ.વ. ૩૬ રહે. હાલ રાજકોટ, ભુતખાના ચોક વિજય પ્લોટ-૨૫ (અલ્પેશભાઇ જે.હાંડાના મકાનમાં) તા.જી.રાજકોટ મુળ ગામ બાબરા મફતીયાપરા તાપડીયા આશ્રમ પાછળ તા.બાબરા જી.અમરેલી
– પકડાયેલ આરોપીઓની મોડસ ઓપરેન્ડી :-
પકડાયેલ ઇસમ દિવસ દરમ્યાન રાજકોટ, ટંકારા, ખાતે ભરાતી બજારોમાં આટા ફેરા કરી ગીરદીનો લાભ લઇ મજુર વ્યકિતના ખીસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી કરવાની ટેવ વાળો છે.
– પકડાયેલ મુદામાલની વિગત :-
(૧) realme કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કી.રૂ. ૮,૫૦૦/-
(૨) નંબર પ્લેટ વગરનુ એકટીવા મો.સા. કી.રૂ. ૨૫,૦૦૦/-