રાજ્ય સરકારશ્રીના પાણી પુરવઠા બોર્ડ હેઠળ રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત થતા કામોની સૈદ્ધાંતિક મંજુરી આપવા બાબતે તેમજ મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ હેઠળના કામોની સમીક્ષા અર્થે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ મોરબીની ૩૦ મી સમીક્ષા બેઠક યોજાશે.
ઉક્ત બેઠકનું જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને આવતીકાલે તારીખ ૨૮-૦૨-૨૦૨૫ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે કલેકટર કચેરી-મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમિતિના સર્વે સભ્યોને હાજર રહેવા માટે અનુરોધ કરવામાં આવે છે. તેમ સભ્ય સચિવ અને યુનિટ મેનેજર, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.