મોરબી જીલ્લામાં હાઇવે ઉપર ભારે વાહન વિરૂધ્ધ ચેકિંગ ડ્રાઇવ” અંગે કડક કાર્યવાહી કરતી જીલ્લા પોલીસ

Advertisement
Advertisement
Advertisement

પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટ રેન્જની સુચના મુજબ ટ્રાફિક નિયમોની અમલવારી કરવા જણાવેલ હોય જેથી પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી ની સુચના અને માર્ગદર્શન હેઠળ વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા સારૂ વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવા આવેલ જેથી મોરબી જીલ્લામાં તા.૦૩/૦૩/૨૦૨૫ “ભારે વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો તથા વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તથા નંબર પ્લેટ વગરના વાહનો વિરૂધ્ધ કડક કાર્યવાહી તેમજ ટ્રાફિક ભંગ કરતા વાહનોના તેવા વાહનો ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

મોરબી જીલ્લામાં તા.૦૩/૦૩/૨૦૨૫ ના ક.૧૬/૦૦ થી ક.૧૯/૦૦ સુધી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ નીચે મુજબ કામગીરી કરેલ છે.

• આ સરપ્રાઇઝ વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૪૫૩ વાહનો ચેક કરવામાં આવેલ

• નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કુલ કેશ-૨૧ કેશો કરવામાં આવેલ.

• વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ કેશ-૦૮ કેશો કરવામાં આવેલ.

• લાયસન્સ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ કેશ-૦૯ કેશો કરવામાં આવેલ.

• રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ કુલ-૦૫ ગુના રજીસ્ટર કરવામાં આવેલ.

• અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ કુલ-૦૩ ગુના રજીસ્ટર કરવામાં આવેલ.

* વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન એમ.વી.એકટ ૨૦૭ મુજબના ૧૦ વાહન ડીટેઇન કરવામાં આવેલ

• ઉપરોકત વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન કુલ-રૂ-૫૪૬૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ

• આગામી સમયમાં પણ ઉપરોકત ટ્રાફિક નિયમોનોનુ પાલન કરાવવા માટે તેમજ મોરબી જીલ્લાના લોકોની સલામતી અને જીલ્લામાં શાંતીનો માહોલ જળવાઈ રહે તેમજ મોરબી જીલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા તેમજ મોરબી શહેરમાં ભારે વાહનો, વન-વે રોડ, એક-બેકી પાર્કિંગ વ્યવસ્થા તેમજ સમયાંતરે પ્રસિધ્ધ કરવામાં આવતા જાહેરનામાઓનુ લોકો પાલન કરે તેની અપીલ કરવામાં આવેલ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW