Tuesday, March 4, 2025

મોરબી કલેકટર ની આકસ્મિક મુલાકાતમાં ૨૭ સરકારી બાબુ કચેરીમાં સમયસર ગેર હાજર રહેતા કાર્યવાહી કરવા ફરમાન

Advertisement

કલેક્ટર કે.બી. ઝવેરીની સૂચનાથી મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં કર્મચારીઓની સમયસર હાજરી બાબતે આકસ્મિક મુલાકાત લેતાં અધિકારીઓ

કચેરી સમય દરમિયાન ગેરહાજર ૨૭ અધિકારી/કર્મચારીઓ સામે નિયમોનુસાર કાર્યવાહી કરવા મોરબી કલેક્ટરનું ફરમાન

મોરબી જિલ્લામાં આવેલી વિવિધ વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીઓમાં કર્મચારીઓ તથા અધિકારીઓ સમયસર આવે છે કે નહી તેની ચકાસણી કરવા બાબતે નાયબ કલેક્ટર તથા પ્રાંત અધિકારી હળવદ અને પ્રાંત અધિકારી મોરબીની અધ્યક્ષતામાં કુલ-૦૪ ટીમો બનાવીને આજે સવારે ૧૦.૩૦ એ તપાસણી કરતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી, મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી, સીટી સર્વે કચેરી, ઔદ્યોગીક સલામતીની કચેરી, ના.કા.ઇ. સૌ.શાખા નહેરની કચેરીઓ, જળસિંચન પેટા વિભાગ મોરબીની કચેરી, કાર્યપાલક ઇજનેર, સિંચાઇની કચેરી, સ્ટેમ્પ ડ્યુટી કચેરી, આર.એફ.ઓ. કચેરી, ક્ષાર અંકુશ વિભાગ, મોરબી, મદદનિશ શ્રમ આયુક્તની કચેરીમાં અધિકારી/કર્મચારીઓની હાજરી બાબતે ચકાસણી કરતા જે અન્વયે કચેરી સમય દરમિયાન વિવિધ કચેરીઓમાં તપાસણી સમયે કુલ ૨૭ અધિકારી/કર્મચારીઓ ગેરહાજર હતા.

આ તપાસણી દરમિયાન જે અધિકારી/કર્મચારીઓ કચેરી સમય દરમિયાન કચેરીમાં ગેરહાજર હતા તેમની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવા સંબંધિત કચેરીના વડાઓને સુચના આપવામાં આવી હતી. આ અનુસંધાને દરેક સરકારી અધિકારી-કર્મચારીઓ નિયત સમયે તેમની કચેરીએ આવે અને પ્રજાલક્ષી કામગીરી કરે તેમજ નિર્ધારીત સમય સુધી કચેરીમાં બેસી કામગીરી કરે તે પ્રકારે કલેક્ટર દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW