મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર સંજયકુમાર સોની દ્વારા આવાસ વિભાગ અને સેનિટેશન વિભાગની ટીમો સાથે લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ થયેલ ૪૦૦ આવાસોની વિઝીટ કરવામાં આવી હતી. આ વિઝીટ દરમ્યાન બિનઅધિકૃત રીતે રહેતા લાભાર્થીઓ સામે નિયમોનુંશારની કાર્યવાહી કરવા સૂચન કરેલ તેમજ આવાસ યોજના અન્વયે જે લાભાર્થીઓએ મકાનની નિયત થયેલ કિંમત ભરપાઈ કરેલ નથી તેઓને રકમ ભરપાઈ કરવા તાકીદ કરેલ. ઉપરાંત આવાસ યોજનાના એક રહેણાંક મકાનમાં ખાદ્ય ચીજવસ્તુનો વેપાર ચલાવતા લાભાર્થીનું મકાન સીલ કરવામાં આવેલ સાથોસાથ મુખ્યમંત્રી આવાસ યોજનામાં સફાઈ રાખવા મ્યુ.કમિશનર દ્વારા સુચના આપવામાં આવી.