મોરબી એલસીબી ને ખાનગીરાહે હકિકત મળેલ કે, મહેંદ્રનગર આઇ.ટી.આઈ.ની સામે જી.ઈ.બી પાછળ રહેતા ઉદયભાઇ જોરૂભાઇ કરપડા એ એક ટાટા ટ્રેઇલર નંબર- RJ-36-GB-3434 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને હાલે મોરબી જેતપર રોડ પીપળી ગામ નજીક આવેલ મનીષ કાંટા પાસે શિવ કોમ્પલેક્ષની પાછળ આવેલ માર્ક સીરામીક રો-મટીરીયલ્સ નામની ઓફીસની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં મજકૂર ઇસમ પોતાના માણસો સાથે મળી આ ટ્રક ટ્રેલરમાંથી ઇંગ્લીશ દારૂ અલગ-અલગ વાહનોમાં ભરી અને ઇંગ્લીશ દારૂનું કટીંગ કરનાર છે.તેવી હકીકત મળતા એલ.સી.બી.સ્ટાફના માણસો તથા અધિકારી હકીકતવાળી જગ્યાએ તાત્કાલીક જઇ રેઇડ કરતા સદરહુ જગ્યાએથી ટ્રક ટ્રેઇલર તથા એક ઇનોવા ફોર વ્હીલ કાર મળી આવતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવતા નીચે જણાવેલ નામ સરનામા વાળા ઇસમો વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
મોરબી એલ.સી.બી.ટીમને મોરબી-જેતપર રોડ પીપળી ગામ નજીક ઇંગ્લીશ દારૂનું કટીંગ થાય તે પહેલા ઇંગ્લીશ દારૂની બોટલો ૩૪૫૬ કિ.રૂ. ૩,૪૫,૬૦૦ તથા તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૩૯,૦૫,૪૦૪/- નો મુદામાલ પકડી પાડવામાં સફળતા મળેલ છે.
> આરોપીના નામ સરનામા:-
(૧) ટાટા ટ્રક ટ્રેઇલર રજી.નં. RI-36-GB-3434 નો ચાલક
(૨) ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર ઉદયભાઇ જોરૂભાઇ કરપડા રહે.મોરબી
(૩) ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર તથા તપાસમાં ખુલ્લે તે.
> પકડાયેલ મુદામાલની વિગત –
(૧) કાઉન્ટી ક્લબ ડીલક્ષ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૪૦ કિ.રૂ ૨૪,૦૦૦/-.
(૨) વાઇટ લેક વોડકાની ઓરેન્જ ફ્લેવરની ૧૮૦ એમ.એલ. બોટલો નંગ-૩૨૧૬ કિ.રૂ.૩,૩૨,૬૦૦/-
(૩) ટ્રક ટ્રેઇલર નંબર- RJ-36-GB-3434 કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- તથા ઇનોવા કાર રજી.નં. GJ-06-KH-2435
કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા સફેદ માટી આશરે ૪૧ ટન કિ.રૂ.૫૯,૮૦૪/-, બિલ્ટી, ઇનવોઇસ બીલ, આધારકાર્ડ ,પાનકાર્ડ, યુટણી કાર્ડ,ડ્રાઇવીંગ લાયસન્સ મળી કુલ કિ.રૂ.૩૯,૦૫,૪૦૪/-નો મુદામાલ કબજે કરેલ છે.