મોબાઈલ કલીનીક અને અન્નક્ષેત્રનું લોકાઅર્પણ કરી સહીદોને શ્રદ્નાજ્લી અર્પણ કરાઈ
દેવ વેટલેન્ડ એન્ડ સોશ્યલ વેલફેર ફાઊંડેશન અને દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા લભોઆ સ્ટેટમાં ગત રવિવારે લભોઆ રાજ પરિવાર દ્વારા જાદોન – રાજપૂત મહાસંમેલનું આયોજન લભોઆની હવેલીમાં કરાયું હતું જેમાં દેશના પૂર્વ મહારાજના વંશજો રાજાઓ અને રાણીઓ મહાસંમેલનમાં હાજરી આપી હતી. આ મહાસંમેલનના મુખ્ય અતિથી દ્વારકા શારદાપીઠ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના સાનિધ્યમાં કરોલી સ્ટેટ રાજસ્થાનના મહારાજા કૃષ્ણપલ સિંહજી અને શ્રીમતી રાની સાહિબા એ સમાજ કલ્યાણ નિમિતે પૂજ્ય સતી માં મથુરા દેવી ની પુણ્ય સ્મૃતિમાં મોબાઈલ કલીનીક અને અન્નક્ષેત્રનું લોકાઅર્પણ કર્યું હતું. તેમજ લભોઆ રાજ પરિવારની કુળદેવીની પ્રતિમા સમક્ષ દિપ પ્રગટ્યા કરી કાર્યક્રમનું શુભ પ્રારંભ કરાયું હતું.
અકર્યક્રમ ના આયોજક રાજકુમાર દેવેન્દ્રસિંહ ઝાલા એ લભોઆ રાજ પરિવારની સાથે જગદગુરુ શક્રાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના ચરણ પાદુકાનું પૂજન કર્યું હતું તથા અયોધ્યામાં સ્વામી બાલશુક બાલમુકુન્દનું સ્વાગત સન્માન કર્યું.
તે સાથેજ પ્રવાસ અને સંસ્કૃતિક મંત્રી ડો. જયવીરસિંહ ઝાલા એ સતી માં ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દિવસે આઝાદીના પ્રથમ યુદ્ધ ૧૮૫૭ માં શહીદ થયેલ ક્રાંતિકારી વીરોને પુષ્પ ચક્ર ભેટ કરી શ્રધાંજલિ અર્પણ કરી હતી. તેમજ લાભોવા રાજકુમાર દેવેન્દ્ર સિંહ ઝાલા, રાજા પ્રતાપ સિંહ, રાણા નિર્મળ સિંહ, કુંવર ધીરેન્દ્ર સિંહ ઝાલા અને લાભોવા રાજ પરિવાર એ પ્રવાસ અને સંસ્કૃતિક મંત્રી ડો. જયવીરસિંહ ઝાલા, મહારાજા રીધીરાજ સિંહ (દાંતા સ્ટેટ), રાજા રાકેશ સિંહ (શીવગઢ સ્ટેટ), રાજા કૃષ્ણા કુમાર સિંહ (ચુડા સ્ટેટ), કુંવર જીતેન્દ્રસિંહ સોલંકી, મહાવીર સિંહ ચુડાસમા, રાજા અને દમન સિંહ (ભદાવર સ્ટેટ), યુવરાજ વિવ્સ્વત પાલ સિંહ (કરોલી) કિશોર સિંહ (દિલ્હી) નું પુષ્પગુછ અને પ્રતિક ચિન્હ સાથે સ્વાગત સન્માન કરાયું હતું.
ત્યાર બાદ દ્વારકા શારદાપીઠ જગદગુરુ શક્રાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું પ્રવચન દેવાયું હતું ત્યાર બાદ વિવધ સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ હતું. કાર્યક્રમના અંતમાં ૨૦૦૦ થી ૨૨૦૦ માણસોનું જમણવાર ગોઠવામાં આવ્યું હતું અને કાર્યક્રમ નિહાળવા આવેલ શાળાના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને ટી-શર્ટ અપાય હતા .