મોરબી: પીપળી ગામે ઉગ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું યોજાયો
અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે, તેમાનો એક સંસ્કાર એટલે “ગર્ભ સંસ્કાર” જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ. સી. ભટ્ટ ના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે.
તા.૨૯/૦૩/૨૦૨૫ ના રોજ મોરબી ઘટક-૨ ના પીપળી ગામે ઉગ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન પ્રમુખ જિલ્લા પંચાયત મોરબીના હંશાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ. જેમાં ગર્ભ સંસ્કાર વિધીમાં ૧૯ સગર્ભા બહેનોએ ભાગ લીધેલ આ કાર્યક્રમામાં હંશાબેન પારેઘી પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતી સાહેબ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.સી. ભટ્ટ સાહેબ,તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અશોકભાઇ દેસાઇ,સીડીપીઓ ભાવનાબેન ચારોલા,ભાવનાબેન કડીવાર ગાયત્રી ચેતના કેન્દ્રના પીપળી ગ્રામ પંચાયતના સરપંચ ચેતનાબેન જેઠલોજા, મંત્રી બી.આર. ઝાલા, રમીલાબેન પારેઘી,મુખ્ય સેવિકાઓ,વર્કર બહેનો અને આઇ.સી.ડી.એસ. નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહેલ અને સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સુચનો આપેલ.
આ કાર્યક્રમમાં દાતા ચેતનાબેન જેઠલોજા,રમીલાબેન પારેઘી, ડાભી રાજુભાઇ,રમેશભાઇ,જીગ્નેશભાઇ કુબાવતએ સગર્ભા બહેનો માટે પોષણ કીટ(ખજુર,સુખડી) વિતરણ કરવામાં આવેલ.