હળવદ પંથકમાં અસામાજિક તત્વો ઉપર ડિમોલેશનની કાર્યવાહી યથાવત ગેરકાયદે બાંધકામ તોડી પાડી લાખોની સરકારી જમીન ખાલી કરાવાઈ
વ્યાજવટાવ તથા મારામારીના ગુનામાં સંડોવાયેલ અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ ડિમોલેશનની કાર્યવાહી કરાવતી હળવદ પોલીસ
ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે ખુબ જરૂરી છે.જેથી ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરી તેના વિરુધ્ધ કાર્યવાહી કરવા ગુજરાત રાજય ગાંધીનગરના ડી.જી.પી દ્વારા સુચના આપવામાં આવેલ હોય,
રાજકોટ રેન્જ આઇ.જી.પી અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી એ મોરબી જીલ્લામાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરી તેઓ વિરુધ્ધ અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય,
જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર ડિવીઝન સમીર સારડા ની અધ્યક્ષતામાં આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ઓ દ્વારા વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરેલ જેમાં અગાઉ અસામાજીક પ્રવૃતીઓ ચોરી/ મારામારી દારૂ વેચાણ/ લુંટ જેવા ગુનાઓમાં સાથે સંડોવાયેલ કુલ આરોપી-૧૦ ના ગેરકાયદેસર દુકાન/ મકાન/ હોટેલ ડિમોલેશન કરવામાં આવેલ તેમજ PGVCL દ્વારા કુલ આરોપી-૮ વિરુધ્ધમાં રોકડ દંડ રૂ ૧૧,૯૫,૦૦૦/- જેટલો કરવામાં આવેલ છે તેમજ પણ વ્યાજવટાવ તથા મારામારી/ લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા ઇસમોની મિલ્કત અંગે જે તે લગત વિભાગ સાથે સંકલન કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓના નામ
બટુકભાઈ બાબુભાઇ કાંકરેચા રહે હળવદ માર્કેટ યાર્ડની સામે
ગુનાહિત ઇતિહાસ
વ્યાજવટાવ તથા મારામારી
હળવદ માર્કેટીંગ યાર્ડની સામે રહેણાંક મકાન ડિમોલેશન કરેલ છે
કુલ જમીન આશરે ૬૬૯ ચોરસ મીટર કિ.રૂ.૧૧,૩૭,૩૦૦/-
રાજેન્દ્રસિંહ દિલીપભાઇ લીંબોલા રહે ગામ ધનશ્યામપુર તા.હળવદ
મારામારી તથા લુંટ
સરકારી જમીન નો કબ્જો ખાલી કરાવેલ
કુલ જમીન આશરે ૪૦૪૬ ચોરસ મીટર