Friday, April 4, 2025

અપહરણ ના ગુન્હામાં ફરાર આરોપી ને અમરેલીના બગસરા ખાતે ઝડપી લીધો

હળવદ પોલીસ સ્ટેશનના ૬(છ) માસ પહેલાના અપહરણના ગુન્હામાં ભોગબનનાર તથા આરોપીને અમરેલી જીલ્લાના બગસરા ખાતેથી મોરબી જીલ્લા A.H.T.U. ટીમે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુન્હાના કામનો આરોપી નિખીલ રામલાલ ભીલ રહે.ગામ- સાગૌની કલા,રાયસેન રોડ તા.કોલુઆ જી.ભોપાલ મધ્યપ્રદેશ વાળો ફરીયાદીની સગીર વયની દિકરીને અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી નિખીલ રામલાલ ભીલ અમરેલી જીલ્લાના બગસરા ગામે નદીપરા વિસ્તાર ધારી રોડ ઉપર આવેલ ઇટોના ભઠ્ઠામાં કામ કરતો હોવાની માહીતી મળતા હળવદ પોલીસ તથા AHTU ટીમ અમરેલી જીલ્લામાં બાતમીવાળી જગ્યાએ પહોંચી AHTU ટીમ દ્રારા અમરેલી જીલ્લાના બગસરા ગામે આરોપી ગામે નદીપરા વિસ્તાર ધારી રોડ ઉપર આવેલ ઇટોના ભઠ્ઠામાંથી ભોગબનનાર તથા આરોપીને હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW