કમરે પિસ્તોલ રિવોલ્વર ટીંગાડવી ભારે પડી શકે જો શંકાસ્પદ હોય તો મોરબી એસઓજી પોલીસે ૮ શખ્સો પાસે રહેલી શંકાસ્પદ રિવોલ્વર પિસ્તોલ જેવા હથિયારો જપ્ત કર્યાં
મોરબી જિલ્લામાં રિવોલ્વર પિસ્તોલ ટીંગાડવાના શોખીનો માટે માઠા સમાચાર જો શંકાસ્પદ હશે તો થશે કાર્યવાહી
મોરબી એસઓજી ટીમે મણીપુર અને નાગાલેંડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર અંગેના પરવાના મેળવતા કુલ આઠ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી મોરબી એસઓજી ટીમે નવ હથિયાર અને ૨૫૧ કાર્ટીઝ સહીત ૯ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરતા ખળભળાટ મચી ગયો છે જાણવા મળતી વિગત મુજબ મોરબી જિલ્લામાં ગેરકાયદે હથિયાર રાખનાર શખ્સોને શોધી કાઢી હથિયારધારાના વધુ કેસો કરતા તેમજ ગેરકાયદે હથિયારો મોટાભાગે બહારના રાજ્યમાંથી આવતા હોય જે રેકેટ ચાલતું હોવાથી રેકેટનો પર્દાફાશ કરવા એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી જિલ્લા અને આજુબાજુના જિલ્લામાં ગુનાઓ દાખલ થયેલ હોય તેવા શખ્સો હથિયાર લાયસન્સ મળવાની સંભાવના ઓછી હોવાથી હથિયાર માટેનું લાયસન્સ મળ્યું ના હોય અથવા મળી શકે તેમ ના હોવાથી અન્ય રાજ્યમાંથી ખાસ કરીને મણીપુર અને નાગાલેંડ જેવા રાજ્યમાં એજન્ટો થકી ઓલ ઇન્ડિયા પરમીટ મેળવ્યાની હકીકત આધારે શંકાસ્પદ જણાઈ આવતા આઠ શખ્સોએ મણીપુર અને નાગાલેંડ રાજ્યમાંથી હથિયાર અંગેના પરવાના મેળવ્યા હોવાનું ખુલતા મોરબી પોલીસે આવા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી છે જેમાં રોહિત નાનજીભાઇ ફાંગલીયા રહે. વાછકપર તા.ટંકારા ઈસ્માઇભાઇ સાજનભાઇ કુંભાર રહે.કાંતિનગર જુબેદા મસ્જીદની બાજુમાં, મોરબી માળીયા રોડ, મોરબી, મુકેશભાઇ ભાનુભાઇ ડાંગર રહે. મોરબી નવલખીરોડ અક્ષરધામપાર્ક ત્રિલોકધામ મંદીરપાસે મોરબી મુળગામ જશાપર તા.માળીયા(મીં), મહેશભાઇ પરબતભાઇ મીંયાત્રા રહે. હાલ મોરબી નવલખી રોડ, કુબેરનગર અક્ષરધામ પાર્ક,મુળ રહેનાનીબરાર તા.માળીયા (મી), પ્રકાશભાઇ ચુનીલાલ ઉનાલીયા રહે. ખાખરેચી તા. માળીયા (મી), પ્રવિણસિંહ ચતુભા ઝાલા રહે.નવી પીપળી ગામ શેરીનં-૧ તા.જીલ્લો મોરબી, માવજીભાઇ ખેંગારભાઇ બોરીચા રહેવાસી. ગામ જુના નાગડાવાસ તા.જી. મોરબી, શીરાજ ઉર્ફે દુખી અમીરઅલી પોપટીયા રહે. મોરબી સો-ઓરડી સહીતના આઠ શખ્સો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમની પાસેથી એસઓજી ટીમે રિવોલ્વર પિસ્તોલ સહીત કુલ ૦૯ હથિયાર રૂ.૮,૭૪,૭૬૦ અને ૨૫૧ કાર્ટીસ રૂ.૫૭,૭૯૨નો કુલ મુદામાલ કબ્જે કરેલ છે