Thursday, April 17, 2025

બનાસકાંઠાના ભાભરના દંપતીનુ ભોપાળું ખુલ્યું માતા પિતાએ જ બાળકને ત્યજી દીધાનો‌ પર્દાફાશ બંનેની મોરબી એલસીબી એ ધરપકડ કરી

ટંકારા ઘુનડા રોડ પર નવજાત બાળકને ત્યજી દેનાર દંપતીને મોરબી એલસીબી ટીમે શોધી કાઢ્યું

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારના ઘુનડા (સ.) ગામ નજીક આવેલ વીડીમાંથી મળી આવેલ નવજાત બાળકને ત્યજી દેનાર આરોપીઓને પકડી પાડી અનડીટેક્ટ ગુનો શોધી કાઢતી ક્રાઇમ

ટંકારા પોસ્ટે એ પાર્ટ ગુ.ર.નં. ૦૨૩૫/૨૦૨૫ બી.એન.એસ.ની કલમ ૯૩ મુજબનો ગુનો તા.૨૦/૦૩/૨૦૨૫ ના કલાક ૧૫/૦૦ વાગ્યે રજીસ્ટર થયેલ છે. આ ગુનો તા.૧૯/૦૩/૨૦૨૫ ના કલાક ૨૧/૫૦ ટંકારા તાલુકાના ઘુનડા (સ.) ગામની સીમ નવા ગામ રોડ લક્ષદીપ કારખાનાની સામે વિડીમાં બનવા પામેલ છે.

આ કામે હકીકત એવી છે કે, કોઇ અજાણી સ્ત્રી તથા તપાસમાં ખુલે તે આરોપીએ પોતાની કુખે ત્રણ ચાર દીવસનુ પુરૂષ જાતીનું તાજુ જન્મેલ બાળક જીવતા બાળકનો જન્મ છુપાવવાના ઇરાદે અસુરક્ષીત જગ્યાએ મુકી બાળકને ત્યજી દઇ ગુનો કરેલ હોય જે ગુનો વણશોધાયેલ હોય આ ગુનો શોધી ટંકારા પોસ્ટે વિસ્તારમાં કાર્યરત હતા અને બનાવ સ્થળની વીઝીટ કરી બનાવ વાળી જ જ્ગ્યાની આજુબાજુ માંથી સેલ.આઇ.ડી. તથા સે.સી.ટી.વી. ફૂટેઝ લેવામાં આવેલ તેમજ ત્યજી દીધેલ બાળકના શરીરે ગુલાબી કલરના કપડા પહેરાવેલ હોય જેની ઉપર સામુહીક આરોગ્ય કેંદ્ર ભાભર લખેલ હોય જેથી તે દીશામાં તપાસ કરતા તેમજ ભાભર સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરાવતા તેઓને હકીકત મળેલ કે, આ ગુનામાં સંડોવાયેલ અજાણી સ્ત્રી તથા તેના પતી બન્ને બનાસકાંઠા જિલ્લાના ભાભરના વતની છે અને આ બાળકે જેના કુખે જન્મ લીધેલ છે તે સ્ત્રીનુ નામ દક્ષાબેન રમેશભાઇ ઠાકોર રહે,ભાભર જિલ્લો બનાસકાંઠા વાળા હોવાનું તથા તેમના પતિનુ નામ રમેશભાઈ પ્રેમજીભાઇ ઠાકોર રહે.ભાભર જી.બનાસકાંઠા વાળા હોવાનુ જાણવા મળેલ અને તેઓ બન્ને પતિ-પત્ની એ મળી આ પોતાના તાજા જન્મેલ બાળકની ઓળખ છુપાવવા માટે ત્યજી દઇ આ ગુનો કરેલ હોવાનુ જાણવા મળેલ જેથી તેઓ બન્નેની તપાસમાં હતા તે દરમિયાન હ્યુમન ઇન્ટેલીજંસ ટેકનીકલ માધ્યમ તથા ખાનગી બાતમી આધારે હકીકત મળેલ કે, આ બન્ને પતિ-પત્ની હાલે ટંકારા તાલુકાના મિતાણા ગામના બ્રીજ નીચે ઉભેલ છે જેથી આ જગ્યા જઈ તપાસ કરતા નીચે જણાવેલ નામ વાળા આરોપીઓ મળી આવતા હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

– પકડાયેલ આરોપીનુ નામ સરનામુ:-

(૧) રમેશભાઈ પ્રેમજીભાઇ ઠાકોર રહે ભાભર ગામ પાણી પુરવઠાની ઓફીસ પાછળ તા.ભાભર જી.બનાસકાંઠા

(૨) દક્ષાબેન વા/ઓફ રમેશભાઇ પ્રેમજીભાઇ ઠાકોર રહે.ભાભર તા.ભાભર જી.બનાસકાંઠા

Advertisement
Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW