Friday, May 2, 2025

પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર અત્યાચાર મામલે મોરબી એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા અપાયું આવેદન

Advertisement
Advertisement

કલેકટર મારફતે આવેદન આપી રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ

મોરબી : પશ્ચિક બંગાળમાં હિંદુઓ ઉપર વધતા જતા હુમલાને લઈ મોરબી એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટર તંત્રને એક આવેદન આપવામાં આવ્યું છે અને પ. બંગાળ માં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરવામાં આવી છે

આવેદનપત્ર માં જાણવામાં આવ્યું છે કે વીતેલા ઘણા સમયથી પશ્ચિમ બંગાળની હાલત જોતા એવું લાગે છે કે મમતા બેનર્જી એક ષડયંત્રના તહદ પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશ સાથે જોડવાના પ્રયત્ન કરે છે તથા આ પ્રયત્ન જ્યારે ભારતની કેન્દ્ર સરકાર રાષ્ટ્રહિતમાં નિર્ણય લે કે પછી કોઈ કાયદો લાવે છે એના વિરોધ સ્વરૂપે હિન્દુઓના ઉપર હુમલા કરીને જોવા મળે છે હાલમાં વકફ બોર્ડના કાયદા ના નામ ઉપર પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ માં જે પ્રકારે ષડયંત્રના તહત હિન્દુઓ ઉપર હુમલા કરવામાં આવ્યા હિન્દુઓની હત્યા કરવામાં આવી અનેક બેન દીકરીઓની ઈજ્જત લૂંટવામાં આવી હિન્દુઓની સંપત્તિઓને નુકસાન કરવામાં લુટવામાં આવી તથા હિન્દુઓને પલાયન કરવા માટે ભારત દેશમાં જ મજબૂર કરવામાં આવ્યા આવા સંજોગોમાં સંપૂર્ણ ભારતનો હિન્દુ સમાજ ડરેલો છે સંવિધાનને માનતો આ હિન્દુ સમાજ હવે રાષ્ટ્રવાદી સરકારો તથા મહામહિમ રાષ્ટ્રપતિ જી ઉપર નિર્ભર છે અને પશ્ચિમ બંગાળમાં આ એક ઘટના નથી બને આવી અનેકવાર ઘટના બની છે ત્યારે અમે અઢારે વર્ણના સંગઠન એકતા એજ લક્ષ્ય સંગઠન વતી આપ શ્રી ને માંગ કરીએ છીએ કે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન જલ્દીથી જલ્દી લાગુ કરવામાં આવે અને હિન્દુઓને બચાવવામાં આવે તથા અમારું સંગઠન આ માંગ સમસ્ત હિન્દુ સમાજ વતી પણ કરી રહ્યું છે અમને વિશ્વાસ છે કે પશ્ચિમ બંગાળ ને બચાવવા માટે હિન્દુઓને બતાવવા માટે રાષ્ટ્રપતિજી આ વિષયમાં હસ્તાક્ષર કરે તથા રાષ્ટ્ર વિરોધી તાકાતોને સખત થી સખત સજા કરવામાં આવે તથા મુર્શિદાબાદમાં જે ઘટના બની છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને દોશીઓને કડક થી કડક સજા કરવામાં આવે જેથી કરીને સંવિધાન વિરોધી કાર્ય કરવાની કોઈપણ હિંમત ના થાય તથા આ દેશદ્રોહી પ્રવૃત્તિ કરનાર દરેકને દેશદ્રોના ગુના હેઠળ સજા થાય કેમકે ભારત સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે તેનો વિરોધ કરવો અને એના વિરોધ ના નામે હિન્દુ સમાજને ટાર્ગેટ કરવો તથા વિરોધ પ્રદર્શનના નામે રાષ્ટ્રધ્વજ સાથે રાખીને લહેરાવતા રાખીને હિન્દુ સમાજની સંપત્તિ ને લૂંટવી આ દેશની સંપત્તિને નુકસાન કરવું આવા અનેક અપરાધ કરવા આ દેશદ્રોની શ્રેણીમાં આવું જોઈએ ત્યારે અમને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે કે આ વિષયને ઊંડાણપૂર્વક જોવામાં આવે અને કેન્દ્ર હસ્તાક્ષર કરે અને રાષ્ટ્રપતિ શાસન જલ્દીથી લાગે તેવી માંગ કરવામાં આવી છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW