Friday, April 25, 2025

પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાત મોરબી બંધનુ એલાન

Advertisement

મોરબી વેપારી મંડળનુ આવતીકાલે મોરબી બંધનું એલાન સવારે ૯:૦૦ થી બપોરના ૨:૦૦ સુધી તમામ વેપારીઓ ધંધા રોજગારથી અળગા રહેશે

મોરબી બંધ..મોરબી બંધ..મોરબી બંધ
તારીખ:-25/04/25
સવારે 9.30 થી 2.00 સુધી

કાશ્મીરમાં ધર્મ પૂછી ગોળીબાર થતા હિંદુઓમાં રોષ મોરબીના વેપારી મંડળ દ્વારા મોરબી બંધ નું એલાન આપ્યું

ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ કાશ્મીરમાં દેશભર માંથી પ્રવાસીઓ ફરવા જાય છે અને તેના કારણે સ્થાનિકો લોકોની રોજીરોટી ચાલતી હોય છે પ્રવાસી ક્યારેય ધર્મ પૂછીને કોઈ ખરીદી કરતા નથી તેમ છતાં શ્રીનગરના પહેલગામમાં ગત સોમવારે આતંકી હુમલો થયો હતો જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે સૌથી આઘાતજનક તો એ વાત રહી કે આ આતંકીઓએ ધર્મ પૂછીને લોકોને પોતાની હેવાનિયતના શિકાર બનાવ્યા હતા ધર્મ પૂછીને લોકોને ગોળીબારની આ ઘટના સામે દેશભરમાં રોષ ફેલાઈ રહ્યો છે દેશભરમાં હિન્દુ સંગઠનો દ્વારા આ ઘટનાના વિરોધમાં આવા ધાર્મિક કટ્ટર આતંકીઓ વિરુદ્ધ રોષ ઠાલવી રહ્યા છે અને ઠેર ઠેર આતંકીઓના પુતળા દહન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે
મોરબીમાં આવી કાયરતા પૂર્ણ ઘટનાનો વિરોધ થવા લાગ્યો છે ત્યારે મોરબી ના વિવિધ વેપારી મંડળ પણ આ ધાર્મિક કટ્ટરતા સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને આવતી કાલે 25/4/25 ના રોજ સવાર ના 9.00 થી બપોર ના 2.00 વાગ્યા સુધી તમામ વેપારીઓ દ્વારા મોરબી બંધ નું એલાન કરવા માં આવે છે જેને મોરબી ના હિંદુ સંગઠનો દ્વારા પણ સમર્થન આપવામાં આવી રહ્યું છે અને આવતી કાલે સવારે 9.00 વાગે મોરબી નવા બસ સ્ટેન્ડ થી મોરબી ના નગર દરવાજા સુધી મૌન રેલી નું આયોજન કરવામાં આવે છે

આ બંધ મોરબી ના તમામ વેપારી મંડળ જેવાકે ખાદ્ય તેલ વેપારી એસોસિઅન,પ્લાસ્ટિક એસોસિઅન,ગેઇન અને સુગર એસોસિઅન,મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિઅન,મોરબી કાપડ મહાજન તથા રેડિમેન્ટ ગારમેન્ટ એસોસિઅન,ફટાકડા એસોસિઅન,પાન બીડી તથા પીપરમેન્ટ એસોસિઅન,સસ્તા અનાજ એસોસિઅન,કટલેરી એસોસિઅન,હોટેલ એસોસિઅન,મંડપ એસોસિઅન,શાક માર્કેટ એસોસિઅન દ્વારા મોરબી બંધ

Advertisement
Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW